બાકી મિલકતવેરાની વસૂલાત માટે અમદાવાદમાં ૧૧૬૭ મિલકત સીલ,૧૦ કરોડથી વધુ વસૂલાત

Views 45

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મંગળવારે બાકી મિલકતવેરાની વસૂલાત માટે શહેરના વિવિધ વિસ્તારમાં ૧૧૬૭ મિલકત સીલ કરી ૧૦.૨૧ કરોડની વસૂલાત કરી હતી.સૌથી વધુ પશ્ચિમ ઝોનમાં ૩૩૨ મિલકત બાકી મિલકતવેરાની વસૂલાતને લઈ સીલ કરવામાં આવી હતી.

શહેરના મધ્યઝોનમાં મંગળવારે મ્યુનિસિપલ તંત્ર દ્વારા બાકી મિલકતવેરાની વસૂલાત માટે ૧૮૧ મિલકત સીલ કરવામાં આવી હતી.આ ઉપરાંત ઉત્તરઝોનમાં ૧૫૬ અને દક્ષિણઝોન વિસ્તારમાં ૨૦૧ મિલકત બાકી મિલકતવેરો વસૂલવા સીલ કરવામાં આવી હતી.પૂર્વઝોનમાં ૧૧૨ તથા ઉત્તર-પશ્ચિમ ઝોનમાં ૧૨૩ તથા દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં ૬૨ મિલકત સીલ કરવામાં આવી હતી.૧૪ ફેબુ્આરીથી અમલમાં મુકવામાં આવેલી વનટાઈમ સેટલમેન્ટ સ્કીમ હેઠળ ૨૮ ફેબુ્આરી સુધીમાં કુલ રુપિયા ૧૨૮.૨૨ કરોડ આવક થવા પામી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *