બિનવારસી ગાયો ને લીધે ગણી વખત માર્ગ અકસ્માતની તેમજ ગાયોનું મોત થવાની ઘટનાઓ થતી રહે છે માટે ગ્રામ પંચાયત દ્વારા આ નધણીયાતી ગાયો માટે વ્યવસ્થા કરી ગાય માતા નાં રક્ષણ, રહેવા માટે ની વ્યવસ્થા થવી જોઈએ….
ગુજરાતના પ્રખ્યાત શક્તિપીઠ અંબાજી ખાતે વર્ષે દિવસે લાખોની સંખ્યામાં યાત્રિકો માં અંબાના દર્શને અંબાજી ખાતે આવતા હોયછે.તેમજ ગુજરાત – રાજસ્થાનનાં સરહદી વિસ્તાર નજીક હોવાના લીધે મુખ્ય હાઇ – વે માર્ગ પણ અંબાજી માંથીજ પસાર થતો હોવાના લીધે ભારે ને મોટા વાહનો ની પણ અવર જવર અંબાજી માંથી થતી હોય છે ત્યારે તેવા માં રસ્તે રખડતા ઢોર – ગાયો નાં લીધે ઘણી વખત માર્ગ અકસ્માત ના કિસ્સા અંબાજી અને આસ પાસ નાં વિસ્તારો માંથી જોવા જાણવા મળે છે .જેના લીધે ઘણી વખત રસ્તા વચ્ચે ફરતી ગાયો ને બચાવવા જતાં વાહન ચાલકો નાં અકસ્માત માં જીવ ગુમાવવા કે પછી ઢોર નાં મૃત્યુ / મારણ થયા નાં કિસ્સા સાંભળવા મળે છે જે અંબાજી જેવા સુપ્રસિદ્ધ યાત્રાધામ ની વ્યવસ્થા કામગીરી બાબતે પ્રશ્નો ઊભા કરે છે.
અંબાજી જેવા ધાર્મિક સ્થળે જ્યાં એક તરફ માં અંબા નાં હજારો – લાખો ભક્તો માટે વ્યવસ્થા કરાય છે ત્યારે બીજી તરફ માલિક વિનાની રસ્તે રખડતી ગાય માતા ની વ્યવસ્થા , રક્ષણ અને ખોરાક જેવી બાબતો ને નજરઅંદાજ કરવામાં આવી રહી છે.જેને હિન્દુ ધર્મ નાં મોટા યાત્રા ધામ ની વરવી બાબત ગણી શકાય જે બાબતે અંબાજી ગ્રામ પંચાયત નાં સરપંચ અને વોર્ડ મેમ્બરો દ્વારા અગાઉ ગ્રામ પંચાયત દ્વારા ફાળવવા માં આવેલ ગૌ શાળા ની જગ્યા પર એક ગૌ શાળા ઊભી કરી રસ્તે રખડતી ગાયો ને ત્યાં રહેવા, ખોરાક – ઘાસચારા ની વ્યવસ્થા કરી ધણી – માલિકી વગર ની ગાયો માટે યોગ્ય ઘટતું કરે તેવી લોક માંગ ઊભી થયી છે.
બનાસકાંઠાના અંબાજી ખાતે રસ્તે રખડતા ધણી વગરના ઢોર ને લીધે માર્ગ અકસ્માત થવાની ભીતિ…… તંત્ર મોંન
Views 142