પોલીસની લાલ આંખ: ભચાઉ પોલીસે મોટા પાયે સામૂહિક દરોડા પાડી અનેક ગુનાઓ શોધી કાઢ્યા, વિવિધ ગુનાના 16 આરોપીઓની અટકાયત

Views 116

જિલ્લા પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલીયા, પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર દ્વારા ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહીબીશન, જુગાર સહિતની બદીઓ તેમજ અસામાજીક તત્વો વિરૂધ્ધ અસરકારક કામગી૨ી ક૨વા માટેની સૂચના અપાઇ હતી.જે અંતર્ગત અધિક્ષક સાગર સાંબડાના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવી ભચાઉ વિસ્તારમાં સરપ્રાઇઝ કોમ્બીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ ગુના હેઠળ 16 આરોપીની અટક કરવામાં આવી હતી જ્યારે દારૂ, જુગાર, હથિયાર બંધી ઉલ્લંઘન, નાસ્તા ફરતા આરોપીઓ અને વાહન ચેકીંગ જેવી ગુના શોધક કામગીરી કરવામાં આવી હતી. પરોઢના 5 વાગ્યાથી સવારના 10 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન અનેક ગુના એક સાથે શોધવામાં આવ્યા હતા.

કોમ્બિંગની કામગીરી માટે ભચાઉ પીઆઈ એસ.જી.ખાંભલા, લાકડીયા પીઆઈ આર.આર.વસાવા, રાપર પીઆઈ વી.કે.ગઢવી તથા 7 પોલીસ સબ ઇન્સ્પેકટર અને 56 પોલીસ કર્મચારીઓએ જોડાઇ, સાથે મળીને લાઠી હેલ્મેટ તથા ટોર્ચ લાઈટ જેવી પુરતી સાધન સામગ્રી થી સજ્જ થઈ ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજરોજ 5 વાગ્યાથી સવારના 10 વાગ્યા સુધી અસરકારક કોમ્બીંગ કર્યું હતું.જેમાં અલગ અલગ ટીમો દ્વારા સઘન સરપ્રાઇઝ ચેડીંગ હાથ ધરવામાં આવી હતી. જેમાં આ પહેલા પ્રોહીબીશન તેમજ ચોરી વિગેરે જેવા અલગ અલગ ગુન્હામાં પકડાયેલ ઈસમોના મકાન ચેક કરી તેમજ વાહન ચેડીંગ કરી દંડ વસૂલવા સહિતની કામગીરી કરવામાં આવી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *