પીવી સિંધુએ 35 મિનિટમાં યિગિટને હરાવી, ટાઇટલથી બે વિજય દૂર 

Views 151

સિંધુએ 21-13, 21-10થી વિજય મેળવ્યો, યિગિટ સામેની ચારેય મેચ જીતી છે 

ગયા મહિને રમાયેલી ડેનમાર્ક ઓપનમાં પણ સિંધુએ તેને હરાવી હતી.

ભારતીય શટલર પીવી સિંધુએ તુર્કીની નેસલિન યિગિટ સામે એકતરફી વિજય હાંસલ કરીને ઇન્ડોનેશિયા માસ્ટર્સ સુપર બેડમિન્ટન ટૂર્નામેન્ટની સેમિફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. સિંધુએ પૂરી મેચમાં હરીફ ખેલાડીને રમત ઉપર હાવી થવાની એક પણ તક આપી નહોતી.
બંને વચ્ચેનો ક્વાર્ટર ફાઇનલ મુકાબલા 35 મિનિટ રમાયો હતો અને હૈદરાબાદી ખેલાડીએ 21-13, 21-10ના સ્કોરથી મેચ પોતાની તરફેણમાં કરી લીધી હતી. સિંધુ અત્યાર સુધીમાં ચાર વખત તુર્કીની આ ખેલાડી સામે રમી ચૂકી છે અને તમામમાં તેનો વિજય થયો છે.
ગયા મહિને રમાયેલી ડેનમાર્ક ઓપનમાં પણ સિંધુએ તેને હરાવી હતી. વર્તમાન વર્લ્ડ ચેમ્પિયન સિંધુ માટે સેમિફાઇનલ સુધીનો માર્ગ આસાન રહ્યો હતો પરંતુ ટ્રોફી સુધી પહોંચવા માટે તેને બાકીના બે મુકાબલામાં ભારે સંઘર્ષ કરવો પડે તેમ છે.
વિમેન્સ ડબલ્સમાં ભારતને નિરાશા સાંપડી હતી. અશ્વિની પોનપ્પા અને એન સિક્કી રેડ્ડીની જોડીનો જોંગકોલફાન તથા પ્રાજોંગજેઇની જોડી સામે સીધા સેટમાં 18-21, 12-21થી પરાજય થયો હતો.
કિદામ્બી શ્રાીકાંત સેમિફાઇનલમાં
મેન્સ સિંગલ્સમાં ભારતના કિદામ્બી શ્રાીકાંતે પોતાના જ હમવતની એચએસ પ્રણોયને 39 મિનિટ સુધી રમાયેલા મુકાબલામાં 21-7, 21-18થી હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. પ્રથમ ગેમમાં રિધમવિહોણા રહેલા પ્રણોયે બીજી ગેમમાં લડત આપવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ કિદામ્બીએ પોતાના અનુભવનો ઉપયોગ કરીને મુકાબલો પોતાના નામે કરી લીધો હતો.

HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *