પાટણના વસઈથી ગુમ થયેલા એડવોકેટની ઝેરી દવા પીધેલી હાલતમાં ભોયણ નદીના કિનારેથી લાશ મળી

Views 129

બે દિવસથી ગુમ થયેલા ચાણસ્મા તાલુકા ના વસઈ ગામના એડવોકેટ ની પાટણ નજીક વામૈયા થી પસાર થતી હિસોર પાસેની મોયણ નદીના પટમાંથી મંગળવારના વહેલી સવારે લાશ મળી આવતા પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશ નું પંચનામું કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવવાની મળતી હકીકત મુજબ પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના વસઈ ગામે રહેતા અને વ્યવસાય વકીલાત કરતા છેલ્લા બે દિવસ થી ઘરે થી પરત નહિ ફરતા પરિવારજનો દ્વારા તેઓ ગુમ થયા હોવાની જાણવા જોગ પોલીસ દફતરે લખાવી હતી.

ત્યારે મંગળવારે વહેલી સવારે પાટણ નજીક ના વામૈયા-હિસોર ગામ પાસે ની મોયણ નદી ના પટ મા કોઈ ઈસમ ની ઝેરી દવા પીધેલી હાલતમાં લાશ પડી હોવાની જાણ થતાં પોલીસે ધટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરતા ઉપરોક્ત લાશ ચાણસ્મા ના વસઈ ના એડવોકેટ ની હોવાનું જણાતા પોલીસે લાશનું પંચનામું કરી તેના વાલી વારસો ને જાણ કરી મૃતક એડવોકેટે કયા કારણોસર ઝેરી દવા પી આત્મહત્યા કરી છે તે બાબતે પોલીસ દ્વારા તપાસ ના ચક્રો ગતિમાન કરાયા છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *