ચાણસ્માના સોજંત્રા ગામે રહેતા પ્રહલાદજી કચરાજી ઠાકોરની ફરિયાદમાં જણાવ્યા મુજબ મહોલ્લામાં પેવર બ્લોક નાખવાનું કામ પંચાયત તરફથી ચાલતું હોઈ કલાજી મોહનજી ઠાકોર હાજર હોવાથી તેઓને કહેલ કે મહોલ્લામા કામ ચાલતું હોઈ માટીનો ટેકરો હટાવી લો. તો બાજુમાં હાજર વિક્રમજી કલાજી ઠાકોર ઉશ્કેરાઈ કહેવા લાગેલ કે તું ગામનો સરપંચ છે. જેથી ટેકરો હટાવવાનું કહે છે. તેમ કહીને પ્રહલાદજી સાથે જીભા જોડી કરવા લાગેલ બોલવાની ના પાડતાં વિક્રમજી તેના ધર તરફ દોડી પ્રહલાદજી ડાબા હાથના બાવડા ઉપર લાકડી મારી હતી.
શંકરજી મોહનજી ઠાકોર પણ હાથમાં ધારીયું લઈ મારતા પ્રહલાદજી બુમાબુમ કરતા તેમનો ભાઈ કરશનભાઈ કચરાજી ઠાકોર તથા ભાવનાબેન કરશનજી ઠાકોર બન્ને જણાં પ્રહલાદજીને છોડાવવા આવતા તે વખતે કલાજી મોહનજી ઠાકોરે તથા વદાજી મોહનજી ઠાકોર તથા દશરથજી તથા બદાજી ઠાકોર ધારીયું લાકડી કરશનભાઈને કલાજીએ માથાના ભાગે મારેલ અને દશરથજીએ ભાવનાબેનને જમણાં હાથના અંગુઠા ઉપર મારેલ વધુ બુમાબુમ થતાં મહોલ્લામાં અન્ય લોકો દોડી આવ્યા હતા.
જ્યારે સામાવાળા શંકરજી મોહનજી ઠાકોરની ફરિયાદ મુજબ ઠાકોર પ્રહલાદજી કચરાજી ઠાકોર તથા ભરતજી કચરાજી ઠાકોર તથા કરશનજી કચરાજી ઠાકોર ક્યાં ગયો તારો ભત્રીજો વિક્રમજી કલાજી ઠાકોર તે કેમ તલાટીને ફોન કરે છે. અને રસ્તા બાબતે હેરાન કરે છે. જેથી સામે શંકરજીએ જણાવેલ કે વિક્રમજીએ ઘર બાજુ 20 ફૂટ જેટલા બ્લોક નાખવાના બાકી છે. તેવું જાણવા ફોન કર્યો હતો. જેથી પ્રહલાદજી ગાળો બોલીને બ્લોક નથી નાખવા દેવાના તારાથી થાય તે કરી લેજે તેમ કહીને ઉશ્કેરાઈ જઈને લાકડી ડાબા પગમાં ઢીંચણણી નીચેના ભાગે મારેલ અને તે વખતે તેમની દિકરી ડિમ્પલ વચ્ચે પડતાં કરશનજીએ ડિમ્પલના પગના ભાગે મારતાં ઈજા થઈ હતી. આ ઉપરાંત મારી નાખવાની ધમકી આપી હતી.