પાટણ તાલુકાના ડેર ગામના સરપંચ ભરતસિંહ કે. ઠાકોર કે જેઓ સરપંચ તરીકે ફરજ બજાવતા હતા પરંતુ તેમની ફરજ દરમિયાન સરકારી ગ્રાન્ટમાંથી તેમના કાર્ય ક્ષેત્ર બહાર બીજી પંચાયતની હદમાં રોડ બનાવી આપવાનું ગૌચર જમીનમાં ગેરકાયદેસર મકાનમાં પાણીની પાઇપલાઇન નાખી આપવાનું તેમજ ગૌચર જમીનનો ગેરકાયદેસર ઉપયોગ અને બગાડ કરવાનો સહિત ગોચર જમીનમાં દર કાયદેસર રોડ બનાવી આપેલ દબાણકારોના દબાણ દૂર ના કરાતા તેઓ તેમની કામગીરી કરવામાં નિષ્ફળ ગયેલા છે.
આ અંગે મળતી માહિતી મુજબ અનુસાર પાટણ તાલુકાના ડેર ગામના જાગૃત નાગરિક નાથુજી એમ ઠાકોરે પાટણ જિલ્લા વિકાસ અધિકારીને વકીલ દ્વારા રજૂઆત કરવા છતાં પાટણ જિલ્લા વિકાસ અધિકારીએ કોઈ કાર્યવાહી ના કરતા નારાજ અરજદારે વકીલ દ્વારા હાઇકોર્ટમાં અપીલ દાખલ કરેલી હતી.આ બધી કામગીરી પંચાયતમાં ઠરાવ વગર થવા પામી હતી. હાઇકોર્ટ કેસની ગંભીરતા અને તેને લઈને ડીડીઓને તાત્કાલિક તપાસ કરી સાચી જણાય તો કાયદેસરની કાર્યવાહી કરવા સૂચન કર્યું જે અંગે ડીડીઓએ બે તલાટીઓ દ્વારા તપાસ કરાવી સાચી હકીકત ધ્યાના આવતા ડીડીઓ ડેરગામના સરપંચને તાત્કાલિક અસરથી હોદ્દા ઉપરથી દૂર કરવાનો આદેશ કર્યો હતો.આ કેસની તપાસ પાટણ તાલુકા વિકાસ અધિકારી સર્કલ તલાટીએ તટસ્થ સ્થળ તપાસ કરી નકશા બનાવી પંચનામા સાથે ધોરણની કાર્યવાહી કરી હતી. પાટણ જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ.સોલંકીએ જણાવ્યું હતું કે 1993 ની કલમ 57 હેઠળ સરકારના અમુખ 6 ના જાહેરનામાથી મળેલ અધિકારોની રૂએ, ભરતસિંહ કચરાજી ઠાકોર, સરપંચ,ડેર ગ્રામ પંચાયતને ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 57(1) અન્વયે હોદ્દા ઉપરથી દુર કર્યા