પંચમહાલ જિલ્લાના મોરવા હદફ તાલુકાના કસનપુર ગામે શિકારી ફળીયા માં કાચો રસ્તો હોવાને કારણે આ ફળીયા ના રહીશો ને ઘણી મુશ્કેલીઓ વેઠવાનો વારો આવી રહ્યો છે

Views 58

પંચમહાલ જિલ્લાના મોરવા હદફ તાલુકાના કસનપુર ગામે શિકારી ફળીયા માં કાચો રસ્તો હોવાને કારણે આ ફળીયા ના રહીશો ને ઘણી મુશ્કેલીઓ વેઠવાનો વારો આવી રહ્યો છે શિકારી ફળિયાનો સ્મશાન તરફ જતો રસ્તો 2. કિલોમીટર નો આવેલો છે આ ફળીયાના રાહીષોના કહેવા પ્રમાણે કસનપુર ગામમાં બધીજ જગ્યાએ રસ્તા બની ગયા છે માત્ર શિકારી ફળીયા માં રસ્તો બન્યો નથી અહીં વર્ષો થી આ ફળીયામાં માટી વાળો રસ્તો છે આજ દિન શુધી રસ્તો બન્યો નથી તો અહીંયા કાચો રસ્તો હોવાને કારણે ચોમાસા સમયે કાદવ કિચચડ વાળો રસ્તો હોવાથી જયારે કોઈ બીમાર હોઈ અથવા કોઈ મહિલા ને પ્રસુતિ માટે લઈ જવી હોઈ તો અહીં108 એમ્બ્યુલન્સ પણ આવી શકતી નથી જો આ રસ્તા પરથી કોઈ ભારે વાહન આવી શકે તેમ નથી આ રસ્તા માં ગાડી ના ટાયર ફસાઈ જાય છે તો બાઇક લઈને આ ફળીયા ના રસ્તા પરથી પસાર થવું પણ મુશ્કેલ બને છે આ ફળીયા ના સ્થાનિકોએ આ રસ્તો બનાવવા અંગે ગ્રામ પંચાયત અને ધારાસભ્ય થી લઈ સંસદ સભ્ય સુધી આમ ગાંધીનગર શુધી રાજુવાત કરી ચુક્યા છે પરંતુ આજ સુધી તેઓની રજૂઆતો ને ધ્યાને લેવાઈ નથી રસ્તો બની જશે તેવા પોકળ વાયદા જ કરવા માં આવે છે દરેક ગ્રામ સભા માં રસ્તા અંગે રજુઆત કરવામાં તો તેઓને પંચાયત દ્વારા રસ્તો બની જશે તેવું માત્ર આશ્વાસન જ આપવાવા માં આવે છે જેને લઈને શિકારી ફળીયા નો રસ્તો સ્મશાન તરફ જતો રસ્તો વહેલી તકે બનાવવા માં આવે તેવી માંગ આ ફળીયા ના રહીશો દ્વારા કરવામાં આવી રહી છે
રિપોર્ટર કલ્પેશભાઈ પટેલ મોરવા હડફ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *