પંચમહાલ જિલ્લાના ઘોઘંબા મા દીપડા ની  દહેશત : બોરીયામાં દીપડાઅ ઘરમાં ઘૂસી બકરાંના ટોળા પર હુમલો કર્યો , એક બકરીનું સ્થળ પર મોત 

Views 65

પંચમહાલ જિલ્લાના ઘોઘંબા મા દીપડા ની  દહેશત : બોરીયામાં દીપડાઅ ઘરમાં ઘૂસી બકરાંના ટોળા પર હુમલો કર્યો , એક બકરીનું સ્થળ પર મોત 
:- ફોરેસ્ટ વિભાગમાંથી કોઇ ન આવ્યાનું જણાવતાં ગ્રામજનો  વહેલી તકે દીપડાને પાંજરે પુરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઘોઘંબા તાલુકાના જંગલ વિસ્તારના ગામો માનવભક્ષી દીપડાના હુમલાની ઘટનાઓ વધતી જ જાય છે . ગુરૂવારે સવારે બોરીયા ગામના બામણ ફળીયામાં રાઠવા નારશિંગભાઈ કેહરિયાભાઈના ઘરમાં દીપડો ઘુસી આવ્યો હતો.
ઘોઘંબા દીપડાના હુમલામાં મોત પામેલી બકરીની તસવીરો ફોરેસ્ટ વિભાગમાંથી કોઇ ન આવ્યાનું જણાવતાં ગ્રામજનો એ વહેલી તકે દીપડાને પાંજરે પુરવામાં આવે તેવી ઉગ્ર માંગ તાલુકાના જંગલ વિસ્તારના ગામો માનવભક્ષી દીપડાના હુમલાની ઘટનાઓ વધતી જ જાય છે . ગુરૂવારે સવારે બોરીયા ગામના બામણ ફળીયામાં રાઠવા નારસિંગભાઈ કેહરિયાભાઈના ઘરમાં દીપડો ઘુસી આવ્યો અને બકરાના ટોળાં પર હુમલો કરી બકરીને ગળાના ભાગે પકડી લેતા બકરીની બુમાબુમથી ઘરનાં લોકો જાગી બુમરાણ મચાવતાં દીપડો બકરીને છોડીને ભાગી ગયો હતો . ઘાયલ થયેલી બકરી મૃત્યુ પામી હતી . અા અંગે ફોરેસ્ટ વિભાગને જાણ પણ કરાઇ હતી છતાં કોઈ આવ્યું નહોતું તેમ સ્થાનિક લોકો જણાવી રહ્યા છે . દિપડાના હુમલાથી લોકોમાં ડરનો માહોલ પેદા થયો છે.
રિપોર્ટર નિલેશસિંહ સોલંકી ઘોઘંબા

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *