પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકા વેજલપુર થી ચલાલી ગામને જોડતો રસ્તો બિસ્માર હાલતમાં જોવા મળ્યો છે ફૂટ ફૂટ ના ખાડા પડ્યા છે આવર જવર બંધ છે તંત્ર ઘોર નિદ્રમાં હોઈ તેમ લાગી રહ્યું છે

Views 59

પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકા વેજલપુર થી ચલાલી ગામને જોડતો રસ્તો બિસ્માર હાલતમાં જોવા મળ્યો છે ફૂટ ફૂટ ના ખાડા પડ્યા છે આવર જવર બંધ છે તંત્ર ઘોર નિંદ્રામાં હોઈ તેવું લાગી રહ્યું છે ગામડાઓ ના લોકો ને માત્ર વોટ બેંક તરીકે ઉપયોગ કરી રહ્યા છે સત્તાધીશો તેવું લાગી રહ્યું છે.
વોટ્સએપ મીડિયા વાઈરલ કોલર ટ્યુન : ‘ખાડાવાળા રોડ અને ખુલ્લી ગટરથી આજે આખું ગુજરાત લડી રહ્યું છે પણ યાદ રાખો આપણે ખાડાથી બચવાનું છે, ખાડામાં પડવાનું નથી…’
પંચમહાલ : પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકા વેજલપુર થી ચલાલી ગામને જોડતો રસ્તો જે વર્ષ પેહલા જ બન્યો છે તે દસ કિલોમીટર નો છે તે કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલો રસ્તો બિસ્માર હાલતમાં જોવા મળ્યો છે ફૂટ ફૂટ ના ખાડા પડ્યા છે આવર જવર બંધ છે સમગ્ર રાજ્યમાં છેલ્લાં કેટલાંય દિવસોથી સતત વરસાદ વરસી રહ્યો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ સામાન્ય વરસાદમાં રસ્તાઓ તૂટી જતા તંત્રની પોલ ખુલી ગઇ છે. સરકારની વિકાસની વાતો માત્ર કાગળ પર જ હોય તેવું દેખાઇ રહ્યું છે. ત્યારે સરકાર માત્ર વિકાસની વાતો કરતી ભાજપ સરકાર ની પોલ ખુલી છે ઉપરાંત મોબાઇલમાં કોરોનાને બદલે ખાડાવાળી નવી કોલર ટ્યૂન વોટ્સેપ પર ખૂબજ વાઈરલ થઈ છે તમે સૌ જાણતા જ હશો કે જ્યારે પણ રાજ્યમાં સામાન્ય વરસાદ પડે છે એટલે ગુજરાત ભરના સહિતના શહેરો અને ગામડાંઓના રસ્તાઓ ધોવાઈ જાય છે. રાજ્યમાં ઠેર-ઠેર ભૂવાઓ પડી જતા રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે.
આ કોલર ટ્યુનમાં કહેવાઇ રહ્યું છે કે, “કોરોના કોલર ટ્યુનને બદલે નવી કોલર ટ્યુન નાખવાની જરૂર છે. ખાડાવાળા રોડ અને ખુલ્લી ગટરથી આજે આખો ગુજરાત લડી રહ્યું છે પણ યાદ રાખો આપણે ખાડાથી બચવાનું છે, ખાડામાં પડવાનું નથી. એને તારવીને ચાલો. આવા રોડ બનાવવાવાળા જેમ કે કોન્ટ્રાક્ટર, પ્રમુખ, ઓફિસર વગેરેનો પૂરો વિરોધ કરો. વિરોધ કરનારા યોદ્ધાઓની સંભાળ રાખો. તો ગુજરાતમા બનશે…”
જ્યારે પણ  શહેરથી લઇ ગામડા સુધી તૂટેલા અને ઉબડખાબડ રસ્તાઓથી જનતા પરેશાન થાય છે ત્યારે તંત્ર અને કોન્ટ્રાક્ટર પોતાની નિષ્ફળતાની લીપાપોતી કરવા થીગડાં મારવાનું શરૂ કરી દે છે. પરંતુ આખરે તો તંત્રની પોલ લોકોની સામે ઉઘાડી પડી જતી હોય છે. જાહેર માર્ગો માટે કરોડો રૂપિયાના આંધણ છતાં સારા રોડ સરકાર બનાવી શકતી નથી અને માત્ર થોડાં જ સમયમાં તકલાદી રોડ પર ખાડા પડી જતા હોય છે. જો કે જનતા હવે બરાબરની ત્રાસી ગઈ છે ત્યારે હવે આ સરકાર જનતાની વેદના સમજે તે જરૂરી છે.
ગુજરાત રાજ્યમાં મોટા ટોલટેક્ષ ઉઘરાવવાની પેરવી વચ્ચે રાજયના મોટા ભાગનાં રસ્તાઓ વરસાદમાં ધોવાઇ ગયા છે. એક તરફ ટ્રાફીક અને વાહનોને લગતા કાયદામાં પોલીસ હિટલર જેવું વર્તન કરી લોકોને કાયદાનો રુઆબ બતાવી દંડ વસૂલે છે ત્યારે  આવા મોટા મોટા ખાડાઓ ના કારણે સ્તાઓ માટે લોકોના વાહનોને થઇ રહેલા નુકશાન પાછળ આખરે કોણ જવાબદાર ગણાશે આ ગામડાઓ ની ભોડી જનતા ને શું ન્યાય મડશે  કે પછી આવીજ રીતે આવા ખરાબ રસ્તાઓ ઉપર જવું પડશે.
બ્યુરો રિપોર્ટ અજયસિંહ ચૌહાણ પંચમહાલ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *