નિકોલ પોલીસે ખેતરની ઓરડીમાંથી રૃપિયા ૨.૬૩ લાખનો વિદેશી દારુનો જથ્થો પકડયો

Views 61

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં થર્ટી ફસ્ટની ઉજવણીમાં દારુની રેલમછેલ કરવા માટે બુટલેગરો સક્રિય બની રહ્યા છે, નિકોલ પોલીસે ચોક્કસ બાતમી આધારે કઠવાડા ખાતેના ખેતરમાં રેડ પાડી હતી અને ખેતરની ઓરડીમાંથી રૃા. ૨.૬૩ લાખનો વિદેશી દારુના જથ્થા સાથે  બુટલેગરને દબોચી દીધો હતો અને તેની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

નિકોલ પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેકટર, કે.ડી. જાટે દારુની હેરાફેરીને  પકડી પાડવા માટે પોલીસની ટીમો બનાવીને વાહન   ચેકીંગ તથા ઠેર ઠેર દરોડા પાડવાની સૂચના આપી હતી. જેને લઈને પોલીસે  ચોક્કસ બાતમી આધારે એસ.પી.રિંગ રોડ ઉપર કઠવાડા ખાતે મોતીબા ફાર્મ હાઉસ ખાતે રહેતા  અને ખેતી  કરતા નરેન્દ્રકુમાર  ઉર્ફે લાલભાઇ મથુરભાઇ પટેલ (ઉ.વ.૩૫)  ખેતરમાં દરોડો પાડયો હતો.

ખેડૂતની તેમની ખેતરની ઓરડીમાંથી વિદેશી દારુની રૃા.૨,૬૨,૫૬૦ની કિમતની કુલ૨૬૦૪ બોટલોના જથ્થા સાથે ઝડપી પાડયો હતો અને તેની સામે ગુનો નોંધીને દારુનો જથ્થો  ક્યાંથી લાવ્યો હતો અને કોને સપ્લાય કરવાનો હતો ઉપરાંત કેટલા સમયથી ગોરખધંધો કરી રહ્યો છે તે સહિતની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *