નવદુર્ગાનું છઠ્ઠું સ્વરૂપ વ્રજમંડળના અધિષ્ઠાત્રી દેવી મા કાત્યાયનીની કરો ઉપાસના

Views 118

વ્રજમંડળના અધિષ્ઠાત્રી દેવી મા કાત્યાયની.

ચન્દ્રહાસોજ્જવલકરા શાર્દૂલવરવાહના ।
કાત્યાયની શુભં દધાદેવી દાનવઘાતિની ।।
મા દુર્ગાના છઠ્ઠા સ્વરૂપનું નામ કાત્યાયની છે. તેમનું કાત્યાયની નામ કંઈ રીતે પડયું તેની શાસ્ત્ર્રોમાં કથા આ પ્રમાણે છે : કત નામે એક પ્રસિદ્ધ મર્હિષ હતા. તેમના પુત્ર ઋષિ કાત્ય થયા. આ જ કાત્યના ગોત્રમાં વિશ્વપ્રસિદ્ધ મર્હિષ કાત્યાયન ઉત્પન્ન થયા હતા. તેમણે ભગવતી પરામ્બાની ઉપાસના કરતાં કરતાં ઘણાં વર્ષો સુધી કઠિન તપ કર્યું હતું. કાત્યાયન ઋષિની ખૂબ ઈચ્છા હતી કે મા ભગવતી તેમના ઘેર પુત્રીરૂપે અવતરે. મા ભગવતીએ તેમની આ પ્રાર્થનાનો સ્વીકાર કર્યો હતો.
થોડાક સમય બાદ જ્યારે દાનવ મહિષાસુરનો અત્યાચાર પૃથ્વી પર ઘણો જ વધતો ગયો ત્યારે ભગવાન બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ત્રણેય દેવતાઓએ પોતપોતાના તેજનો અંશ આપીને મહિષાસુરના વિનાશ માટે એક દેવીને ઉત્પન્ન કર્યાં. મર્હિષ કાત્યાયને સર્વપ્રથમ તેમની પૂજા કરી. આ કારણે તેઓ કાત્યાયની કહેવાયાં.
દુર્ગા સપ્તસતીના બીજા અધ્યાયમાં આ કથાનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું  છે કે દેવતાઓ પાસે જે જે દિવ્યશસ્ત્ર્રો હતા તે મા જગદંબા સ્વરૂપ કાત્યાયનીને અર્પણ કર્યા. આજ દિવ્યશસ્ત્ર્રો દ્વારા માએ મહિષાસુર સાથે લાબા સમય સુધી યુદ્ધ કરીને મહિષાસુરનો વધ કર્યો.  ત્યારે દેવતાઓએ માનો જયજયકાર કરીને પુષ્પોની વર્ષા કરી.
આમ કાત્યાયની દેવીએ ઋષિ કાત્યાયનને ત્યાં મહિષાસુરનો વધ કરવા માટે જ પુત્રીરૂપે અવતાર લીધો હતો. આસો  સુદ ચતુર્દશીએ જન્મ લઇ સુદ સાતમ, આઠમ તથા નવમી સુધી (ત્રણ દિવસ), તેમણે કાત્યાયન ઋષિની પૂજા ગ્રહણ કરી દશમીએ મહિષાસુરનો વધ કર્યો હતો.
મા કાત્યાયની અમોઘ ફ્ળ આપનારાં છે. ભગવાન કૃષ્ણને પતિરૂપે પામવા માટે વ્રજની ગોપીઓએ તેમની પૂજા કાલિન્દી – યમુના તટે કરી હતી. તેઓ વ્રજમંડળનાં અધિષ્ઠાત્રી દેવીરૂપે પણ પ્રતિષ્ઠિત છે. તેમનું સ્વરૂપ અત્યંત ભવ્ય અને દિવ્ય છે. તેમનો વર્ણ સ્વર્ણ સમાન ચમકદાર અને તેજોયમાન છે. તેમને ચાર ભુજાઓ છે. માતાજીનો જમણી બાજુનો ઉપરવાળો હાથ અભયમુદ્રામાં છે તથા નીચેનો હાથ વરદમુદ્રામાં છે. ડાબી બાજુના ઉપરવાળા હાથમાં તલવાર અને નીચેવાળા હાથમાં કમળ સુશોભિત છે. તેઓ સિંહના વાહન ઉપર સવાર છે.
દુર્ગાપૂજાના છઠ્ઠા દિવસે તેમના સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે. તે દિવસે સાધકનું મન બે ભ્રમરની વચ્ચે આજ્ઞાા ચક્રમાં સ્થિર થાય છે. યોગસાધનામાં આ આજ્ઞાાચક્ર નું અત્યંત મહત્ત્વપૂર્ણ સ્થાન છે. નવદુર્ગાના આ સ્વરૂપની ઉપાસનાથી સંતાપ, રોગ, ભય, શોક વગેરે દૂર થાય છે. કોઈપણ રાશિના જાતકો મા કાત્યાયનીની પૂજા – અર્ચના કરી શકે છે. આ દિવસે લાલ કપડાં પહેરીને માતાજીની આરાધના કરવાનું શાસ્ત્ર્રોમાં વિધિ વિધાન છે.
માતાજીને લાલ આસન ઉપર બિરાજમાન કરીને ભક્તિ ભાવપૂર્વક પૂજન કરવું જોઈએ. માતાજીને ગુલાબનું ફ્ૂલ, કંકુ, સફ્રજન અર્પણ કરીને મોહનથાળ જમાડવાથી મા ખૂબજ ખુશ થાય છે. માની નવરતન દીવડાની આરતી ઉતારીને માતાજીના ગરબા, સ્તુતિ, પ્રાથના અને ચંડીપાઠ કરવાથી અર્થ, ધર્મ, કામ અને મોક્ષ એમ ચારેય ફ્ળની પ્રાપ્તિ થાય છે.
વૃંદાવન, મથુરાના ભૂતેશ્વરમાં કાત્યાયન દેવીનું અતિ પ્રાચીન મંદિર આવેલું છે. જ્યાં સતીના કેશ પડયા હતા તેવું માનવામાં આવે છે. મા કાત્યાયની દેવીનો મહિમા અપરંપાર છે. આવા ભક્ત વત્સલ મા જગદંબાના ચરણોમાં વારંવાર નમસ્કાર કરું છું.
ઉપાસના મંત્રો
વિશ્વકત્રી, વિશ્વભત્રિ, વિશ્વહત્રિ, વિશ્વપ્રીતા
વિર્શ્વાિચતા, વિશ્વાતીતા, કાત્યાયન સૂતે નમોસ્તુતે
‘ૐ કાં કાં કાત્યાયની સ્વાહા’

HBN TNEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *