ધાનેરાના વોડા ગામમાં ડેરીના મંત્રીના ત્રાસથી ગ્રામજનોએ ડેરીને તાળાં માર્યા

Views 94

ધાનેરા તાલુકાના વોડા ગામે દૂધ ડેરીના મંત્રી દ્વારા પોતાના મનસ્વીપણે વહીવટ કરતા જ હોવાથી તેમજ લોકોના દૂધના પુરતા પ્રમાણમા ફેટ ન આપવા બાબતે શુક્રવારે સાંજે લોકોએ દૂધ ભરાવવાના બદલે તાળાબંધી કરી હતી. જેથી મંત્રીએ પોલીસનો સહારો લઇ ડેરીની બહાર નિકળ્યા હતા. આ બાબતે લોકોએ બનાસડેરીના અધિકારીઓને પણ જાણ કરવામાઁ આવી હતી.

બનાસડેરી દ્વારા દાણ આપવામા આવે તે દાણ પહેલા પોતાના ઘરે અને પોતાના મળતીયાઓને દાળ આપવામાં આવે પછી જ લોકોને આપવામાં આવતુ હોવાથી પુરતા પ્રમાણમા દાણ ન મળતા પશુંપાલકોને બહારથી ઉઁચા ભાવે દાણ લાવવુ પડી રહ્યુ છે. તે સિવાય મંડળીના મંત્રી તેમજ સ્ટાફના લોકો હલકી ગુણવત્તાવાળુ દુધ લાવતા હોય છે અને મંત્રી પોતાના ભાઇના નામે ખોટા ખાતા ચલાવી પાણી નાખીને તે દુધ બતાવી ને તેના ભાઇના ખાતામાં આ દુધ દાખલ કરી રહ્યા છે.

તેમજ આ દુધ મંડળીમાં દુધમા મીલાવટ કરવા માટે દુધ મંડળીમાં સી.સી.ટી.વી. કેમેરા લગાવવામાં આવ્યા છે તે પણ બંધ રાખવામાં આવે છે તેમજ દુધ ગ્રાહકોને દુધની પાવતીઓ પણૅ આપવામાં આવતી નથી અને ઓનલાઇન એસ.એમ.એસ. પણ આવતા નથી. જેથી પોતાનુ કેટલુ દુધ ભરાયેલ છે અને કેટલો હિસાબ થાય છે તે પણ ખબર પડતી નથી અને જો કહેવા જાય તો મંત્રી માથાભારે હોવાથી લોકોને ધમકાવી દેતો હોય છે. જેનાથી ત્રાસીને શુક્રવારે સાંજે ડેરી ઉપર દુધ ગ્રાહકો પહાઁચ્યા હતા અને દુધ મંડળીને તાળા મારી દેવામા આવતા દુધ મંડળીના મંત્રી અને સ્ટાફ દુધ મંડળીમાં રહેતા તેઓએ પોલીસને ફોન કરતા પોલીસે આવીને મંડળીના તાળા ખોલાવ્યા હતા અને તમામને બહાર કાઢ્યા હતા અને સવારે પણ લોકો દુધ ભરાવવા માટે ગયા ન હતા.

જ્યાં સુધી નિકાલ નહી આવે ત્યા સુધી દુધ ન ભરાવવા માટે લોકોએ મક્કમતા બતાવી હતી. દશરથભાઈ રામજીભાઈ ઠાકોરે જણાવ્યું હતુ કે અમારા ગામમા મંત્રી એ જાણે પોતાની ડેરી હોય તેમ કબ્જો જમાવીને બેઠા છે અને ખોટે ખોટા ખર્ચાઓ ઉધારીને મંડળીને નુકસાન પહોચાડી રહ્યા છે. તેમજ પુરતા પ્રમાણમા ફેટ પણ આવતા નથી. જેના કારણે પશુંપાલકોને મોટુ નુકસાન ભોગવવુ પડી રહ્યુ છે. અનેકવાર બનાસડેરીમાં રજુઆત કરવા છતા કોઇ નિરકરણ ન આવતા અમારે ના છુટકે ડેરીને તાળા મારવા પડ્યા છે. અને જો નિરાકરણ નહી આવે તો ગ્રામજનો કોઇ દુધ નહી ભરાવે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *