દ્વારકા: ભડકેશ્વર મંદિરની વિશેષતા છે કે, ખારા સમુદ્ર વચ્ચે આવેલું હોવા છતાં પણ ભગવાનના લિંગનું તેજ હજુ પણ અકબંધ છે.

Views 218

 

 દ્વારકા: ભડકેશ્વર મંદિરની વિશેષતા છે કે, ખારા સમુદ્ર વચ્ચે આવેલું હોવા છતાં પણ ભગવાનના લિંગનું તેજ હજુ પણ અકબંધ છે.

ગુજરાતના આ શિવલિંગ પર સમુદ્ર જાતે જ કરે છે અભિષેક

દ્વારકા : ગુજરાતમાં અનેક એવી સુંદર જગ્યાઓ છે જેની આસપાસના લોકોને જ ખબર હોય છે. આજે આપણે આવી જ એક સુંદર જગ્યાની વાત કરીશું. આશરે પાંચ હજાર વર્ષ પહેલાં, અરબી સમુદ્રમાં એક શિવલિંગ પ્રગટ થયું હતું. આજે તે શ્રી ભડકેશ્વર મહાદેવ મંદિર તરીકે જાણીતું છે. જૂન / જુલાઇ મહિનામાં મહાસાગર પોતે શિવલિંગને અભિષેક કરતા હોય તેવો નજારો જોવા મળે છે. વર્ષના કેટલાક સમય માટે આ મંદિર સમુદ્રનો ભાગ બની જાય છે. આ જગ્યાનો સુંદર નજારો ગુજરાત માહિતી ખાતા દ્વારા અપલોડ કરવામાં આવ્યો છે. આ વીડિયો ધણો જ અહ્લાદક છે.
દ્વારકાના મુખ્ય મંદિરથી લગભગ બે કિ.મિ. ના અંતરે દરિયામાં એક મંદિર આવેલું છે. દ્વારકાના પશ્ચિમ તરફ અરબી સમુદ્ર પર એક ટેકરી પર સ્થિત, ભડકેશ્વર મહાદેવ મંદિર ગીતા મંદિર અને રુક્ષ્મણી મંદિરની નજીક છે. ભડકેશ્વર મહાદેવ મંદિરની અલૌકિક સુંદરતાનું વર્ણન કરવા માટે શબ્દો ઓછા પડે તેમ છે. ભડકેશ્વર મંદિરની વિશેષતા છે કે, ખારા સમુદ્ર વચ્ચે આવેલું હોવા છતાં પણ ભગવાનના લિંગનું તેજ હજુ પણ અકબંધ છે. વર્ષોથી આ લિંગમાં કોઈ ફેરફાર થયો નથી. સમુદ્રની ખારાશ શિવલિંગને કોઈ અસર કરી શક્યું નથી.                                                                                                                                                                                                                                                                                               ભક્તોનું માનીએ તો, ભડકેશ્વર મહાદેવના દર્શન માત્રથી જ તમામ દુઃખ દૂર થઈ જાય છે. દૂર-દૂરથી આવતા ભક્તો ભગવાનના દર્શન કરી શાંતિની અનૂભૂતિ કરે છે. આ કારણે ભડકેશ્વર મંદિર સમુદ્રની વચ્ચે આવેલું હોવાથી તેમજ મંદિરની સામે આવેલા વિશાલ પટાંગણમાં પાલિકા દ્વારા મીની ચોપાટી જેવી સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી સાંજના સમયે અહીં મોટી સંખ્યામાં લોકો આવે છે. આ શિવાલય સમુદ્રના જળથી ઘેરાયેલું હોવાથી શિવલીંગના દર્શનાર્થે જવું મુશ્કેલ છે. કારણ કે દરરોજ સમુદ્રમાં થતા ભરતી-ઓટના નિયમ અનુસાર યોગ્ય સમયે આ શિવાલયમાં દર્શન માટે જઇ શકાય છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *