દેશી તમંચા સાથે શખ્સ ઝડપાયો: પૂર્વ કચ્છ LCBએ અંજાર વિસ્તારમાંથી ગેરકાયદેસર દેશી પિસ્તોલ તથા જીવતા કાર્ટીઝ સાથે ખરીદનારને ઝડપી પાડ્યો, વેચનારને પકડવાનો બાકી

Views 163

પૂર્વ કચ્છ LCBએ બાતમીના આધારે અંજાર ખેતરપાળ દાદાના મંદિરથી સાંગનદી વાળા પુલ ઉપર વોચ રાખી એક બ્રેઝા કારમાંથી આરોપીને ગેરકાયદેસર હથિયાર સાથે પકડી રૂ. 7,05,500નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી માટે અંજાર પોલીસ ખાતે સોંપવામાં આવ્યો છે. પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ પૂર્વ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ અંજાર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન બાતમી મળી હતી કે અંજારના સુલેમાન મહમદશા શેખ પાસે એક દેશી હાથ બનાવટની પિસ્તોલ(તમંચો) છે. જે તેણે પોતાની સફેદ કલરની બ્રેઝા કારમાં સંતાડ્યો છે.

એલસીબી પોલીસ સ્ટાફના માણસો બાતમીવાળા વાહન અને ઈસમની વોચમાં હતા. તે દરમિયાન ખેતરપાળ સોસાયટી તરફથી એક સફેદ કલરની નંબર પ્લેટ વગરની બ્રેઝા કાર આવતી જોઈ કારને રોકાવી અને કારચાલક સુલેમાનની તલાસી લેતા તેની પાસેથી એક દેશી બનાવવાની પિસ્તોલ(તમંચો) જેમાં જીવતા કાર્ટીઝ નંગ પાંચ ભર્યા હતા. દેશી બનાવટ પિસ્તોલ (તમંચો) ક્યાંથી લીધો તે બાબતે પૂછપરછ કરતા તેણે જણાવેલ કે તેના મિત્ર સલીમ અધા કરીયા અંજારવાળા પાસેથી આજથી દસ બાર દિવસ પહેલા લીધેલ છે. પોલીસે પિસ્તોલ ખરીદનાર સુલેમાન મામદશા શેખની અટક કરી પિસ્તોલ, કાર્ટીઝ અને બ્રેઝા કાર સહિત રૂ.7,05,500નો મુદ્દામાલ જપ્ત કરી પિસ્તોલ વેચનાર સલીમ અધા કરીયા હાજર મળી ન આવતા તેના વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી માટે અંજાર પોલીસને સોંપેલ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
100 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *