બસના ચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા બસનું આગળનું એક ટાયર ખાડીના પુલ નીચે ઉતરી ગયું હતું. – સદનસીબે મોટી જાનહાનિ ટળી જતાં સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો ગાંધીનગર, બુધવાર ગાંધીનગરથી સાપુતારા-શિરડી જઈ રહેલી બસne એક મોટો રોડ અકસ્માત થયો હતો. જેમાં બસ ખાડીના પુલ પર લટકી ગઈ હતી. સદનસીબે મોટી જાનહાનિ ટળી જતાં સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. ઘટનાની જાણ થતાં જ આજુબાજુમાંથી લોકો મદદ માટે ઉમટી પડ્યા હતા. ઘટનાને પગલે મહુવા પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીનગરથી શિરડી જઈ રહેલી બસને મહુવાના વલવાડા ગામ નજીક અકસ્માત નડ્યો હતો. બસના ચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા બસનું આગળનું એક ટાયર ખાડીના પુલ નીચે ઉતરી ગયું હતું. ઘટનાની જાણ થતાં મહુવા પોલીસ સ્થળ પર દોડી ગઈ દોડી ગઈ હતી અને બસમાં સવાર યાત્રિકો સહી સલામત બહાર કાઢતા તેઓએ રાહતનો શ્વાસ લીધો હતો. તમામ યાત્રિકો માટે તુંરત બીજી લક્ઝરી બસની વ્યવસ્થા કરી તેઓને રવાના કર્યા હતા.