દાંતીવાડામાં બારેમેઘ ખાંગા:2 કલાકમાં સાડા 5 ઇંચ ખાબક્યો; મહેસાણામાં હજુ 9.50 ઇંચની ઘટ, 28.96 ઇંચની સામે 19.48 ઇંચ વરસ્યો

Views 65

           ધાનેરા-પોશીનામાં 2, ઇડરમાં દોઢ અને સતલાસણામાં એક ઇંચ સહિત 20 તાલુકામાં વરસાદધાનેરા જૂના બસ સ્ટેન્ડ - Divya Bhaskar

                                                                                  ધાનેરા જૂના બસ સ્ટેન્ડ
ઉત્તર ગુજરાતમાં શનિવારે રાત્રે 6 થી 8 વાગ્યા સુધીમાં બનાસકાંઠાના દાંતીવાડામાં બારેમેઘ ખાંગા જેવી સ્થિતિ સર્જાઇ હતી. માત્ર 2 કલાકમાં 5.50 ઇંચ વરસાદ ખાબકતાં સર્વત્ર પાણી પાણી થઇ ગયું હતું. ધાનેરામાં 2 ઇંચ, પોશીનામાં 1.75 ઇંચ, ઇડરમાં 1.50 ઇંચ, વડગામમાં 1.25 ઇંચ, હિંમતનગરમાં 1.25 ઇંચ અને સતલાસણામાં 1 ઇંચ વરસાદ વરસ્યો હતો. ઉલ્લેખનીય છે કે, મહેસાણા જિલ્લામાં સિઝનમાં સરેરાશ 28.96 ઇંચ વરસાદની જરૂરિયાત સામે અત્યાર સુધીમાં 19.48 ઇંચ વરસ્યો છે. એટલે કે, હજુ સાડા 9 ઇંચ (32.72 ટકા)વરસાદની ઘટ છે.
દાંતીવાડા
દાંતીવાડા

                   ઉત્તર ગુજરાતમાં શનિવાર સવારે 10 થી રાત્રે 8 વાગ્યા સુધીના 10 કલાકમાં 20 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદની આગાહી ધરાવતાં બનાસકાંઠાના દાંતીવાડામાં સાંજે 6 થી રાત્રે 8 સુધીમાં 5.50 ઇંચ વરસાદ સાથે રાજ્યમાં સાૈથી વધુ વરસાદ નોંધાયો હતો. ધનસુરામાં અડધો ઇંચ, પાલનપુરમાં 9 મીમી, મોડાસામાં 8, ડીસામાં 7, વિજયનગરમાં 6 મીમી, ઊંઝામાં 5 મીમી, ભિલોડા, પ્રાંતિજ, વડાલી અને લાખણીમાં 3-3 મીમી, ખેરાલુમાં 2 મીમી તેમજ અમીરગઢ અને કાંકરેજમાં 1-1 મીમી વરસાદ નોંધાયો હતો.

આગાહી : આજે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા
હવામાન વિભાગની આગાહી મુજબ, રવિવાર સવારે 8.30 થી સોમવાર સવારે 8 વાગ્યા સુધી ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેશે. જોકે, આ વરસાદ ઉત્તર ગુજરાતના 51 થી 75 ટકા વિસ્તારમાં રહેશે. વરસાદ નબળો પડતાં ગરમીનું પ્રમાણ વધી શકે છે.

તર ગુજરાતમાં ચોમાસુ સિઝનમાં વરસાદની સ્થિતિ
જિલ્લોજરૂરિયાતવરસ્યોટકાવારી
મહેસાણા28.9619.4867.28%
પાટણ23.7216.9271.27%
બનાસકાંઠા25.0415.9663.72%
સાબરકાંઠા34.0822.5266.09%
અરવલ્લી3520.3258.10%
સરેરાશ29.3619.0464.85%
(નોંધ : વરસાદ ઇંચમાં દર્શાવ્યો છે)

ધાનેરા સિવિલ હોસ્પિટલ બેટમાં ફેરવાઈ ગઇ
ધાનેરામાં એક કલાકમાં બે ઇંચ વરસાદ ખાબકતાં સરકારી હોસ્પિટલ બેટમાં ફેરવાઈ ગઇ હતી. જ્યારે અંબાજીમાં પણ ભારે વરસાદી ઝાપટું પડતાં જાહેરમાર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યાં હતા. દાંતીવાડામાં બે કલાકમાં સાડા પાંચ ઇંચ વરસાદ પડતાં રસ્તાઓ ઉપર નદીઓની જેમ પાણી વહ્યું હતું, જેમાં એક બાઇક પણ તણાયું હતું. હાલમાં દાંતીવાડા ડેમમાં 4220 ક્યુસેક પાણીની આવક સાથે સપાટી 558.15 ફૂટે પહોંચી હતી.

દાંતીવાડા ડેમની સપાટી 558.15 ફૂટ પર પહોંચી
ચોમાસાના અંતમાં પડેલા વરસાદથી 8.15 ફૂટ નવું પાણી ડેમમાં ઉમેરાયું..બનાસનદીમાં પાણીની આવક વધી.,હાલમાં દાંતીવાડા ડેમમાં 4220 ક્યુસેક પાણીની આવક થઈ

બપોરે 4 થી 6 માં કેટલો વરસાદ
પાલનપુર 3 મીમી
ધાનેરા 41 મીમી
અમીરગઢ 1 મીમી
લાખણી 3 મીમી
વડગામ 6 મીમી

સાંજે 7 થી 8
દાંતીવાડા 137 મીમી
વડગામ 24 મીમી

HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *