ડીસામાંથી ઇકો ગાડી ચોરીને ભાગનારા ચોર ઝડપાયો

Views 133

ડીસામાંથી એલસીબીની ટીમે શુક્રવારે રાત્રે ઇકો ગાડી ચોરીને ભાગતા પરપ્રાંતીય શખ્સને ઝડપી પાડ્યો છે. ગાડી સહિત રૂ.4.50 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ગાડી ચોરની અટકાયત કરી ડીસા શહેર દક્ષિણ પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

એલસીબીની ટીમ ડીસા શહેર વિસ્તારમાં શુક્રવારે રાત્રે પેટ્રોલિંગમાં હતી. તે સમયે હવાઈ પીલ્લર પાસે એક શંકાસ્પદ ઈકો ગાડી હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસને ત્યાં પહોંચતા જોઈ ઇકો ચાલક ગાડી લઈ ત્યાંથી ભાગ્યો હતો. પોલીસે પણ તેનો પીછો કરી ઉભો રાખી પૂછપરછ કરતા તે ઇકો ગાડી ડીસાની એસસીડબ્લ્યુ હાઈસ્કૂલ વિસ્તારમાંથી 10 દિવસ અગાઉ ચોરી કરી હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસે 4.50 લાખ રૂપિયાની કિંમતની ઇકો ગાડી કબ્જે લીધી હતી અને પરપ્રાંતીય ગાડી ચોર અને ઉદેપુરના લૂંક ગામના વિકેશ પારગીની અટકાયત કરી હતી અને ડીસા શહેર દક્ષિણ પોલીસને સોપ્યો હતો. ડીસા પોલીસે અત્યારે ગાડી ચોરને ઝડપી અન્ય ચોરીના ગુનાઓના ભેદ ઉકેલવા માટેના પ્રયાસો હાથ ધર્યા છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *