દાંતામાં વ્યાજખોરે પીડીત પર હિંસક હુમલો કર્યો; પહેલા બાઈક પરથી નીચે પછાડ્યો પછી રિક્ષામાંથી હથિયાર લઈ માર માર્યો

Views 123

દાંતા તાલુકાના નાગેલ ગામની એક ઘટના સામે આવી છે. જેમાં નાગેલ ગામના પીડીતે વ્યાજખોર પાસેથી 1 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. જેમાં તેમણે 1 લાખના બદલામાં 3 લાખ રૂપિયા ચૂકવ્યા છતાં પણ ભારે હેરાન પરેશાન કરવામાં આવતો હતો. પીડિત રુસ્તમે જણાવ્યું કેસ મેં નાગેલના જયંતી મુળાભાઈ પાસેથી 1 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. હું આજે નાગેલ ગામમાં બાઈક પર ઉભો હતો. ત્યારે આ લોકો મને બાઈક ઉપરથી નીચે પાડ્યો હતો અને રિક્ષામાંથી હથિયાર લઈને મારી પર હુમલો કર્યો હતો.

વધુમાં પીડિતે જણાવ્યું હતું કે, મેં ગાય લાવવા માટે રૂપિયા ઉધાર લીધા હતા. લમ્પી વાયરસના કારણે હું વ્યાજ ભરી શક્યો નથી. પીડીતે વિનંતી કરી કે હાલ મારી પાસે વ્યાજ ભરવાના રૂપિયા નથી. તેમ છતાં જયંતી મને ધમકી આપતો હતો. કે તારી છોકરી મારા ઘરે મૂકી જા અને મારા ઘરે આવીને તું ગોબર સાફ કર. અત્યારે પીડિત રૂસ્તમ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જયંતી મુળાભાઈ સેનમાં અવારનવાર પીડિતને એટ્રોસિટી કરવાની ધમકી આપતો હતો. પિડીત હાલ દાંતા સિવિલમાં સારવાર હેઠળ છે. પીડિતે દાંતા પોલીસ મથકે ફરિયાદ કરવાની વાત પણ કરી છે. દાંતા પોલીસ વધુ તપાસ ચલાવી રહ્યાં છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *