ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકા માટે નવા પ્રવાસ કાર્યક્રમની જાહેરાત કરી છે

Views 146

CSA એ નવા કાર્યક્રમની કરી જાહેરાત

પ્રથમ ટેસ્ટ 26 ડિસેમ્બરથી યોજાશે

ભારત-દ.આફ્રિકા વચ્ચે 3 ટેસ્ટ, 3 વન-ડેની સીરિઝ રમાશે

ઘરેલૂ સીરિઝમાં ન્યૂઝીલેન્ડને માત આપ્યા બાદ હવે ભારતીય ક્રિકેટ ટીમ દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ કરવાની છે. બંને દેશો વચ્ચે વ 3 ટેસ્ટ અને 3 વનડે મેચોની સિરીઝ રમશે. 26મી ડિસેમ્બરથી સિરીઝની શરૂઆત થશે.

CSA એ નવા કાર્યક્રમની કરી જાહેરાત
CSA ક્રિકેટ સાઉથ આફ્રિકાએ સોમવારે ભારત વિરુદ્ધ ઘરેલૂ સિરીઝનો અપડેટ કાર્યક્રમ જાહેર કર્યો છે. બંને ટીમો વચ્ચે પહેલા ટી20 સિરીઝ પણ રમવાની હતી પરંતુ કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોન ફેલાયા બાદ આ સિરીઝને સ્થગિત કરી પ્રવાસને એક સપ્તાહ ટાળી દેવામાં આવ્યો હતો. CSA તરફથી નવા કાર્યક્રમ પ્રમાણે બોક્સિંગ ડે ટેસ્ટનું 26 ડિસેમ્બરથી આયોજન થશે.
26મી ડિસેમ્બરથી પ્રથમ ટેસ્ટ
26 ડિસેમ્બરથી ભારત દ.આફ્રિકા વચ્ચે સિરીઝની પ્રથમ મેચ સેન્ચુરિયનના સુપરસ્પોર્ટ પાર્કમાં રમાશે. જ્યારે બીજી અને ત્રીજી ટેસ્ટ જોહનિસબર્ગના વાન્ડર્સમાં રમાશે. સિરીઝની બીજી ટેસ્ટ ૩ થી 7 જાન્યુઆરી 2022 સુધી રમાશે તો ત્રીજી અને અંતિમ ટેસ્ટ 11થી 15 જાન્યુઆરી વચ્ચે રમાશે. ત્યારબાદ ત્રણ મેચોની વનડે સિરીઝ રમાશે. વનડે સિરીઝનું આયોજન 19થી 23 જાન્યુઆરી વચ્ચે થશે. સિરીઝની પહેલી અને બીજી વનડે પાર્લમાં જ્યારે ત્રીજી અને અંતિમ વનડે કેપટાઉનમાં રમાશે.

ICC ટુર્નામેન્ટની તૈયારી
આ ટેસ્ટ સિરીઝ ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના નવા ચક્રનો ભાગ હશે જયારે વનડે શ્રેણી ICC વર્લ્ડ કપ સુપર લીગ હેઠળ રમાશે, જે 2023 વર્લ્ડ કપ ક્વોલિફિકેશન ટૂર્નામેન્ટ છે.

HBN TV NEWS

 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *