વડગામ તાલુકાના એપી સેન્ટર ગણાતા છાપી ખાતે બીકે પેટ્રોલ પંપ પાછળ પનગઢ ધાબા પર છાપી પ્રેસ યુનિટીની સાધારણ સભા યોજાઈ હતી .જેમાં પત્રકાર એકતા તેમજ લોકોના પ્રશ્ર્નો ને વાચા આપવાની ચર્ચા કરવામાં આવી હતી.લોકો ના મુળભુત પ્રશ્ર્નો ને ઉજાગર કરી યોગ્ય ન્યાય મળે તે માટે જરૂરી ચર્ચા કરાઈ હતી, જેમાં છાપી વિસ્તારના આજુબાજુ ગામના પત્રકાર મિત્રોને આવરી લેવામાં આવ્યા હતા જેમા પ્રમુખ તરીકે જગદીશભાઈ સોની,ઉપપ્રમુખ તરીકે ખુશાલભાઈ
ચોરસિયા,ખજાનચી રફીકભાઈ મન્સુરી ,અને મંત્રી સચિન શેખલીયાની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી અને તમામ કારોબારી હોદ્દેદારો તેમજ સભ્યો નું ફુલહાર તેમજ સાલ થી સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે કલ્પેશભાઈ પ્રજાપતી ,છાપી રીક્ષા એસોસિએશન ના પ્રમુખ સુરેશગિરી ગૌસ્વામી, તેમજ યુનિટીના પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ:-પ્રદિપ પરમાર
છાપી પ્રેસ યુનિટીની સાધારણ સભા યોજાઈ…
Views 121