ઘોઘંબા તાલુકા ના અદેપુર ગામ ના શિક્ષક ની લાશ પોયલી ના જંગલ માંથી મળી આવી…

Views 56

પંચમહાલ ના ઘોઘંબા તાલુકા ના અંદેપુર ગામ ના વતની વેરસિંગભાઈ  કાગડા ભાઈ રાઠવા .જે હાલોલ નજીક ની જાંબુડી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતાં.અને હાલોલ ખાતે અયોધ્યા નગર માં પરિવાર સાથે રહેતા હતા વિરસિંગભાઈ ૬ દિવસ પહેલાં હાલોલ થી અચાનક ગુમ થઈ ગયાં હતાં.જે પોતાના કુટુંબ સાથે હાલોલ રહેતાં હતાં,ત્યાંથી તેઓ ઘરે થી શાકભાજી લેવાં માટે જવ છું એમ કહી ને નીકળ્યા હતા પરંતુ મોડીરાત સુધી ઘરે પરત નહીં આવતા ઘરના સભ્યો એ આસપાસ તથા સગા સંબંધીઓ માં શોધ ખોળ કરી હતી પરંતુ કોઈ જગ્યા એ પતો નહીં મળતા તેમના ઘર ના સભ્યો  દ્વારા તેમને શોધવા માટે તેમનો ફોટો અને મોબાઈલ નંબર લખી વોટ્સએપ, ફેસબુક જેવા સોસીયલ મિડિયા પર મેસેજ વાયરલ કર્યો હતો.ત્યારે આજ રોજ વહેલી સવારે ૭:૦૦ વાગ્યે પોયલી ગામ નજીક ના જંગલ ની ખીણમાંથી તેમની લાશ ખૂબ જ ખરાબ અને દુર્ગંધ મારતી હાલતમાં મળી આવી હતી જે જગ્યા ઉપરથી લાશ મળી આવી છે તે જગ્યા બાકરોલ થી જાંબુઘોડા જતા રસ્તા ઉપર વાવ ગામ ના વિસ્તાર માં લાગે છે અને આ આખો વિસ્તાર પોયલી ના જંગલ તરીકે ઓળખાય છે અને રોડ થી લગભગ સો મીટર જેટલે દૂર જંગલ ની વચ્ચે થી તેઓ ની લાશ એકદમ દીકમ્પોઝ થયેલી હાલત માં સૌ પ્રથમ જંગલ ખાતા ના વોચમેન ની નજરે પડતા તેઓ એ વન વિભાગના અધિકારીઓ ને જણાવી અને રાજગઢ પોલિસ સ્ટેશન માં જાણ કરતા રાજગઢ પોલીસ ઘટના સ્થળે પોહચી ને લાશ નું સ્થળ ઉપરજ પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ લાશ તેઓ ના પરિવાર જનો ને સોંપવામાં આવી હતી અને.લાશ એકદમ દુર્ગંધ મારતી હાલત માં અને મોઢા તથા છાતી ના ભાગે થી ડી કમ્પોઝ થયી ગયી હતી સ્થાનિક લોકો તથા ગામના લોકો અને પરિવાર જનો વિરસિંગ ભાઈ ની કોઈકે હત્યા કરી અને લાશ ને ફેંકવા માં આવી હોવાની આશંકાઓ કરતાં વધુ તપાસ માટે પોલીસે વિવિધ પાસા ઓ ઉપર તપાસ ના ચક્રો ગતિમાન કર્યા છે.
રિપોર્ટ. નિલેશસિંહ સોલંકી SIT હેડ મધ્યમ ગુજરાત

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *