છાપી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા હાઇવે પેટ્રોલ પંપ માલિક અને કામદારોના કોરોનાના 24 જેટલા ટેસ્ટ કરતા તમામ નેગેટિવ …

Views 65

છાપી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા હાઇવે પેટ્રોલ પંપ માલિક અને કામદારોના કોરોનાના 24 જેટલા ટેસ્ટ કરતા તમામ નેગેટિવ …
અગાઉ છાપી વેપારીઓના ૫૭ જેટલા કોવિડ ટેસ્ટ કરતા નેગેટિવ આવ્યા હતા…
વડગામ તાલુકાના વેપારી મથક છાપી ખાતે સોમવારે હાઇવે વિસ્તારમાં આવેલ પેટ્રોલ પંપ ના માલિક અને કામ કરતા કામદારોનો કોવિડ 19 કોરોના ના ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના અધિકારી ડો.પ્રકાશભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ જેમાં અલગ અલગ પંપ પર જઈને 24 જેટલા કોવિડ 19 ના ટેસ્ટ કરાયા હતા જેમાં તમામ ટેસ્ટ નેગેટિવ આવ્યા હતા આ કોરોના ટેસ્ટના કેમ્પ માં છાપી પી એચ સી ના મેડીકલ ઓફિસર દીપકભાઈ જનસારી,કૌશિક શ્રીમાળી,આસિશભાઈ જીરાલા, મેહુલ પરમાર,સુનિલ શ્રીમાળી જેવા સ્ટાફે સેવા આપી હતી જ્યારે હાઇવે ના તમામ પંપ ના માલિકોએ છાપી આરોગ્ય વિભાગ નો આભાર વ્યક્ત કર્યો હતો.
રિપોર્ટર:-પ્રદિપ પરમાર છાપી

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *