ચાણસ્માના લણવા ગામમાં તસ્કરો ત્રાટક્યાં,3 બંધ મકાનોના તાળાં તોડ્યાં

Views 131

ચાણસ્મા તાલુકાના લણવા ગામે છેલ્લા કેટલાક સમયથી ઘરફોડ ચોરીના બનાવો બની રહ્યા હોવાથી લોકોમાં ડરની લાગણી પેદા થઈ છે. દિવસ દરમિયાન તસ્કરો બંધ મકાનોની રેકી કરીને રાત્રિના સમયે ચોરીનો પ્રયાસ કરતા હોય છે. જેમાં બુધવારે રાત્રિના રોજ ગામની મધ્યમાં આવેલા વિસ્તારમાં 2 બંધ મકાનોના તેમજ પરા વિસ્તારમાં એક મકાનમાં તાળાં તોડીને ચોરી કરી ફરાર થઈગયા હતા. જોકે તેમાં મોટી ચોરી થઈ ન હતી. લોકોએ રાહત અનુભવી હતી તેમ છતાં લોકોમાં તસ્કરોનો ડર ફેલાયો છે. આ ત્રણ પૈકી એક મકાન સુરતમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીનું છે.

લણવા ગામના મધ્ય વિસ્તારમાં રહેતા મોહનભાઈ જોઈતાલાલ પટેલ છેલ્લા કેટલાક સમયથી તેમના દીકરા પાસે મહેસાણા રહેવા ગયા છે અને તેમનું મકાન બંધ છે. જ્યારે ભાવેશભાઈ પ્રહલાદભાઈ પટેલ સુરત પોલીસ કમિશનર કચેરીમાં કર્મચારી તરીકે ફરજ બજાવે છે.

તેમની બાજુમાં રહેતા અશ્વિનભાઈ અમૃતભાઈ પટેલ પાટણ ખાતે રહેતા હોવાથી તેમનું મકાન બંધ છે. આ ત્રણેય બંધ મકાનોને તસ્કરોએ નિશાન બનાવી તાળાં તોડ્યાં છે. જોકે હજુ સુધી પરિવારો આવ્યા ન હોવાથી કેટલી ચોરી થઈ છે તે જાણી શકાયું નથી અને પોલીસ ફરિયાદ દાખલ થઈ નથી.

જાહેર માર્ગો પર CCTV લાગાવવા માંગ
લણવા ગામ તેમજ વિસ્તારમાં રાત્રે દરમિયાન જીઆઇડી જવાનો અને પોલીસ પેટ્રોલિંગ ગાડી હાઇવે ઉપર ફરતી હોવા છતાં આજવા બનાવો બનતા પોલીસ માટે પડકારરૂપ બની રહ્યા છે. તસ્કરો સમયાંતરે ગામ બદલીને બે કે ત્રણ માસના અંતર ફરીથી તાળાં તોડી ચોરી કરવામાં સફળ થઈ જાય છે ત્યારે રાત્રે પોલીસ પેટ્રોલિંગનો સઘન બનાવવા તેમજ તેમજ પોલીસ અને પંચાયત દ્વારા જાહેર માર્ગો પર CCTV કેમેરા લગાવવામાં આવે તેવી માંગ થઈ રહી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *