પ્રેમીના પરિવારે સ્વીકારવાની ના પાડતા ચાંદખેડા એસએમએસ હોસ્પિટલના સાતમાં માળે ૨૪ વર્ષીય નર્સને ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. ચાંદખેડા પોલીસને બનાવની જાણ થતા અકસ્માત મોતની નોંધ કરી મૃતકે લખેલી સ્યુસાઈડ નોટ કબ્જે લઈ તપાસ હાથ ધરી છે.ત્રણ દીવસથી ગૂમ યુવતીની ડેડબોડી હોસ્પિટલમાંથી મળી આવતા અનેક ર્તકવિર્તક શરૂ થયા હતા.પ્રેમીના પરિવારે યુવતીને સ્વીકારવાની ના પાડી પોલીસને જાણ કરી હતી. આ વિવાદ બાદ યુવતીએ સ્યુસાઈડ કર્યું હતું.
ત્રણ દિવસથી ગૂમ યુવતીએ સ્યુસાઈડ નોટ લખી હોસ્પિટલમાં જ આપઘાત કરતા અનેક તર્કવિર્તક
ચાંદખેડામાં આવેલી એસએમએસ હોસ્પિટલના સાતમાં માળે એસએમએસ કોલેજની એક્ઝામિનેશન વિંગ-૨ આવેલી છે. આ વિંગના હોલમાં હોસ્પિટલમાં નર્સ તરીકે ૨૪ વર્ષીય યુવતી જીમી અરવિંદભાઈ પરમારે નાયલોન દોરીથી ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. બનાવને પગલે હોસ્પિટલ સ્ટાફે ચાંદખેડા પોલીસને બનાવની જાણ કરી હતી. ચાંદખેડા પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરતા મૃતકે લખેલી સ્યુસાઈડ નોટ મળી આવી હતી. સ્યુસાઈડ નોટંમાં યુવતીએ તેના પ્રેમિ જયેશના નામનો ઉલ્લેખ કરી યુવતીએ પોતાના પ્રેમપ્રકરણ અને પાસ્ટ વિશે લખ્યું હતું.
પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલેલી વિગત મુજબ યુવતી ૧૨મી તારીખે હોસ્પિટલમાંથી નીકળી તેના પ્રેમી જયેશના વસ્ત્રાપુર ખાતેના ઘરે ગઈ હતી. યુવતીના પ્રેમીના પરિવારને સ્વીકારવાની ના પાડી બનાવની જાણ પોલીસને કરી હતી. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં બંનેએ એકબીજાની મરજીથી છુટા થતા હોવાના નિવેદન તેઓએ આપ્યા હતા. બાદમાં અચાનક યુવતીએ રવિવારે બપોરેના ૩.૩૦ વાગ્યા પહેલા હોસ્પિટલના સાતમાં માળે જઈ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. ચાંદખેડા પોલીસે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં મૃતક યુવતી અને તેના પ્રેમીના થયેલા નિવેદનો અને વિવાદ અંંગેના કાગળો મેળવવા તજવીજ કરી છે. બીજી તરફ ત્રણ દીવસથી ગૂમ યુવતીની ગળાફાંસો ખાધેલી હાલતમાં હોસ્પિટલમાંથી લાશ મળતા અનેક તર્કવિર્તક શરૂ થયા હતા.પોલીસની પ્રાથમિક તપાસમાં યુવતીના મોત પાછળ પ્રેમ પ્રકરણ કારણભૂત હોવાનું મનાય છે.યુવતીનું મોત કેટલા કલાક પહેલા થયું તે પીએમ રિપોર્ટ આવ્યા બાદ ખરબ પડશે. જેના આધારે ગત ૧૨મી તારીખથી ગૂમ યુવતી હોસ્પિટલમાં પરત કયારે આવી તે અંગે વિગતો મળશે.