બાયો ડીઝલના વેચાણના નામે ગુજરાત તમામ જીલ્લાઓમાં બાયો ડીઝલ પંપ સ્થપાઇ?ગયા પછી હવે તંત્ર?જાગ્યું છે ને સીલ કરવાની કામગીરી કરે છે ત્યારે અત્યાર સુધી દરેક સ્થળોએ પંપ સીલ કરી દેવાયા છે પણ પંપ કેટલા છે એ અંગેની માહિતી ખુદ પુરવઠા તંત્ર પાસે પણ નથી.
કોઇપણ જાતની પરવાનગી કે લાયસન્સ વગર બાયો ડીઝલ પંપના નામે ગેરકાયદે પંપ લાગી ગયા છે તો એ જ્યારે લાગતા હતા એ સમયે જ ચકાસણી કરવાની જવાબદારી કોની હતી એવા સવાલ ઊઠી રહ્યા છે. હવે પેટ્રોલપંપ વિક્રેતાના સંગઠને તંત્રનું ધ્યાન દોર્યું ત્યારે પુરવઠા તંત્ર?જાગ્યું ને દરોડા પાડીને બંધ કરાવવામાં આવે છે. તમામ બાયો ડીઝલ પંપ હાઇવે ઉપર જ નિર્માણ પામ્યા છે.
જ્યાં જ્યાં પંપ લાગી રહ્યા હતા ત્યારે પણ અધિકારીઓના વાહનો પસાર થતા હતા. ખરેખર કામ ચાલુ હોય ત્યારે જ છાપો મારવો જોઇએ, મંજૂરી કે લાયસન્સ આપવાનું કામ છે એવા જિલ્લાના પુરવઠા વિભાગની જાણ બહાર
પછી હવે કાર્યવાહી કરવામાં આવી રહી છે. વરસોથી પેટ્રોલ-ડીઝલનું વેચાણ કરતા અમુક વેપારીઓએ જણાવ્યું હતું કે, આ એક મોટું કૌભાંડ છે કારણ?કે બાયો ડીઝલ એ વૃક્ષમાંથી પેદા થાય છે. આવી રીતે ખુલ્લેઆમ પંપ નાખીને મોટી માત્રામાં જથ્થો વેચાય એ માનવામાં નથી આવતું કારણ?કે ઉત્પાદન શક્ય નથી.કેમિકલ ભેળસેળ કરી વેચાણ કરવામાં આવી રહ્યું છે.
કોણે મંજૂરી આપી, ક્યાંથી લાયસન્સ મળ્યા ? બધા જુદા જુદા પ્રકારની 12 મંજૂરી લેવી પડે છે તો આ બધું તપાસમાં કંઇ નીકળતું નથી છતાં આખેઆખા પેટ્રોલપંપ ગેરકાયદે કેવી રીતે લાગી ગયા ? પરંતુ તંત્ર તરફથી શરૂઆતમાં તપાસ કરવામાં નથી આવી. પેટ્રોલપંપમાં . હજારો જાતના કાગળિયા, પરવાનગી, જમીન વગેરેના નકશા, એક વરસ લાગે ત્યારે તૈયાર થાય પછી પેટ્રોલપંપ ચાલુ થાય, પરંતુ બાયો ડીઝલ પંપ રાતોરાત કઇ રીતે ઊભા થઇ ગયા?
પરંતુ જ્યાં કાર્યવાહી થાય છે ત્યાં ભલે વેચાણ બંધ કરી દેવામાં આવે છે ને જ્યાં ચાલુ છે ત્યાં ખુલ્લેઆમ વેચાણ થઇ રહ્યા છે. ખરેખર પુરવઠા વિભાગે એકસાથે ગુજરાતના તમામ જીલ્લામાં વેચાણ પર પ્રતિબંધ લગાવી દેવા જોઇએ એવી માંગ ઊઠી છે.