ગાંધીનગરના સેક્ટર-28માં મહિલાની બંગડીમાંથી 15 ગ્રામ સોનું કાઢી લેનાર ગઠિયો ઝડપાયો

Views 87

ગાંધીનગરનાં સેકટર – 28 માં રહેતી વૃધ્ધાને સોનાની બંગડીઓ ચમકાવી આપવાના બહાને 60 હજારની કિંમતનું 15 ગ્રામ સોનું કાઢી લેનાર બે પૈકી એક ગઠિયાને સેકટર – 21 પોલીસે શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી કાઢવામાં આવ્યો છે.

આજથી પંદરેક દિવસ અગાઉ ગાંધીનગરના સેકટર – 28 મયુર એપાર્ટમેન્ટ ખાતે રહેતા 66 વર્ષીય ધર્મિષ્ઠાબેન મનોહરભાઇ ભટ્ટ ઘરની બહાર ઉભા હતા. ત્યારે બે અજાણ્યા છોકરાઓ તેમની પાસે જઈ કહેવા લાગેલા કે વિમ કંપનીમાંથી આવીએ છીએ અને વાસણ ધોવાનું લિકવિડ કંપની તરફથી વેચાણ કરીએ છીએ.એ દરમ્યાન એક શખ્સે ત્યાં પડેલા વાસણમાં થોડુક લીક્વીડ નાખી ડેમો આપ્યો હતો. અને જોતજોતામાં તાંબાના પૂજાના વાસણો ચકચકિત થઈ ગયા હતા.

આ જોઈ ધર્મિષ્ઠાબેનની આંખોમાં પણ ચમક આવી ગઈ હતી. બાદમાં ગઠિયાએ તેમણે હાથમાં પહેરેલ સોનાની બંગડી તરફ નજર કરીને કહ્યું હતું કે, આ બંગડીઓ પણ વીમ લિકવિડથી ચમકાવી આપીશ. આમ વાસણોની ચમક જોઈને ધર્મિષ્ઠાબેન બંને ગઠિયાની વાતોમાં આવી ગયા હતા. અને અઢી તોલાની સોનાની બંગડીઓ કાઢીને તેને આપી હતી. જે બંગડીઓ ગઠિયાએ એક લીલા કલરના પ્લાસ્ટિકના ડબ્બામાં મૂકી લિકવિડ નાખ્યું હતું. અને બંગડીઓ ઘસી હતી. બાદમાં એક વીમના પાઉચ ઉપર બંગડીઓ મુકી હળદર જેવો પીળો પાઉડર નાંખીને કહેલ કે દસ મીનીટ જેટલું સુકાવા દેજો પછી તમારી બંગડીઓ ઉપરથી પાઉડર કાઢી નાંખજો એટલે બંગડીઓ ચમકશે તેમ કહીને બંને રવાના થઈ ગયા હતા.

આ અંગે સેકટર – 21 પોલીસે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જે અન્વયે સેકટર – 29 શોપિંગ વિસ્તારમાંથી એક ઈસમને 3 નાની ડોલ, બળેલું રૂ, હળદર પાઉડર, એસિડ, એક ડબ્બો તેમજ વીમ પાઉડરનાં કેટલાક પાઉચ સાથે શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડવામાં આવ્યો હતો . જેની પૂછતાંછમાં તેણે પોતાનું નામ અમિત ભગવંતમંડલ ભોઈ (રહે. મહેસાણા, ટાવર ચોક પાસે, મૂળ બિહાર) જણાવી તેના મિત્ર જીતેન્દ્ર મંડલ (રહે, ટાવર ચોક, મહેસાણા) સાથે મળીને ઉક્ત ગુનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી. જેનાં વિરુદ્ધમાં મોડાસા ટાઉન પોલીસ મથકે પણ છેતરપિંડીનો ગુનો દાખલ થયેલો છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *