ઇન્દ્રોડા નેચર પાર્કનો 5 કરોડના ખર્ચે વિકાસ કરી રીંછ, ઝરખ, શિયાળ, વરૂ, વાઇલ્ડ ડોગ લવાશે

Views 105

સાબરમતી કોતરમાં આવેલા ઇન્દ્રોડા નેચર પાર્કને નેશનલ ઝુ ઓથોરીટી મુજબ ડેવલોપ કરવામાં આવશે. જેના માટે રૂપિયા 5 કરોડની ગ્રાન્ટની જોગવાઇ રાજ્ય સરકારે વર્ષ-2023-24ના બજેટમાં કરવામાં આવી છે. ઇન્દ્રોડા નેચર પાર્કમાં ડોગ ફેમીલીના પાંચ નવા પ્રાણીઓ લાવવામાં આવશે. જેનાથી મુલાકાતીઓમાં આકર્ષણ વધી જશે.

રાજ્યના પાટનગરના સાબરમતી નદીઓના કોતરમાં નેચરલ વાતાવરણમાં રાજ્યના ગીર ફાઉન્ડેશન દ્વારા ઇન્દ્રોડા નેચર પાર્ક બનાવવામાં આવ્યું છે. ઇન્દ્રોડા નેચર પાર્કને નાના પ્રાણી સંગ્રહાલયમાં આવતું હોવાથી અન્ય પ્રાણીઓ લાવવામાં આવતા નહી. પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા ઇન્દ્રોડા નેચર પાર્કને નેશનલ ઝુ ઓથોરીટી મુજબ વિકસાવવાની શરૂઆત તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી હતી.

જેને વર્તમાન ભૂપેન્દ્ર પટેલની સરકારી પણ બરકરાર રાખતા વર્ષ-2023-24ના બજેટમાં રૂપિયા 5 કરોડની જોગવાઇ ઇન્દ્રોડા નેચર પાર્કને નેશનલ ઝુ ઓથોરીટી મુજબ વિકસાવવા માટે કરવામાં આવી છે. જેને પરિણામે ડોગ ફેમિલીના પાંચ પ્રાણીઓ લાવવામાં આવશે. તેના માટે જરૂરી પાંજરા સહિત બનાવવામાં આવશે. જોકે તેના માટે રાજ્ય સરકારમાંથી પ્રાથમિક અને વહિવટી મંજુરી મળ્યા બાદ કામગીરી આગામી સમયમાં હાથ ધરવામાં આવશે તેમ ગીર ફાઉન્ડેશનના માહિતગાર સૂત્રોએ જણાવ્યું છે.

નેશનલ ઝૂના નિયમ મુજબ પાંચ પાંજરાં બનાવવામાં આવશે
નેશનલ ઝુ ઓથોરીટીની ગાઇડ લાઇન મુજબ ડોગ ફેમિલીના પ્રાણીઓ લાવવામાં આવશે. જેમાં રીંછ, ઝરખ, શિયાળ, વરૂ, વાઇલ્ડ ડોગ લાવવામાં આવશે. જેના માટે આઉટ ડોર ઓપન મોડ પદ્ધતિથી પાંજરા બનાવવામાં આવશે. તેમાં ડોગ પ્રકારના પાંચ પ્રાણીઓ માટે 2.5 મીટરની હાઇટવાળી ઝાળી સાથેના પાંજરા બનાવવામાં આવશે. રાજ્ય સરકારે બજેટમાં જોગવાઇ કરી છે.

હાલમાં કયા- કયા પ્રાણીઓ છે
ઇન્દ્રોડા નેચર પાર્કમાં હાલમાં વાઘ, સિંહ, દિપડો, મગર, કાચબા, સાબર, કાળિયાર, ચિત્તલ, સફેદ કાળિયાર, ચિંકારા, સાપ, અજગર તેમજ વિવિધ પ્રકારના પક્ષીઓ રાખવામાં આવ્યા છે. હાલમાં દરરોજના અંદાજે 800 જેટલા મુલાકાતીઓ આવે છે. ઇન્દ્રોડા નેચર પાર્કમાં નવા પાંચ પ્રાણીઓ લાવવામાં આવશે.

જેના માટે પાંજરા બનાવવામાં આવનાર છે. પ્રાણીઓની સંખ્યા વધતા તેમના આરોગ્યની કાળજી રાખવા માટે હાલમાં એક વેટનરી તબિબ હોવાથી નવા વેટરનરી તબિબની પણ ભરતી કરવામાં આવશે તેમ સૂત્રોએ જણાવ્યું છે. ઉપરાંત મુલાકાતીઓનો ધસારો વધારે રહેવાથી તેમના માટે પાર્કિંગ, વિઝીટીંગ લોબી, સામાન રાખવા માટે, ફિડિંગ પ્લેટફોર્મ, ફુડકોર્ટ, વિઝીટર ફેસેલીટી ડેવલોપમેન્ટ કરાશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *