કેટરિના માટે 9 ડિસેમ્બરે હેપ્પી વેડિંગ ડે? જાણો લગ્ન જીવન કેવું રહેશે

Views 145

બોલિવૂડમાં આ વર્ષના વિકી અને કેટ સૌથી મોટા લગ્ન
9 ડિસેમ્બર લગ્ન માટે ખૂબ જ લકી દિવસ
વિકી અને કેટરિના બંને ‘સોલમેટ’
વિકી કૌશલ અને કેટરિના કૈફ 9મી ડિસેમ્બરના રોજ લગ્ન

બોલીવુડમાં આ વર્ષના સૌથી મોટા લગ્નની રાહ ટૂંક સમયમાં પૂરી થવા જઈ રહી છે. વિકી કૌશલ અને કેટરિના કૈફ 9મી ડિસેમ્બરના રોજ સાત જીવનના બંધનમાં બંધાઈ જશે. આ કપલે હજુ સુધી તેમના લગ્નની સત્તાવાર જાહેરાત કરી નથી, પરંતુ જયપુરમાં લગ્નની તૈયારીઓએ આ અહેવાલોને મજબૂત આધાર આપ્યો છે.
કેટરિના-વિકી જન્મો જન્મના સાથી 

વિકી કૌશલ અને કેટરીના કૈફ છેલ્લા બે વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. ત્યારબાદ થોડા સમય પહેલા જ્યારે આ કપલના લગ્નના સમાચાર આવ્યા તો લોકો આશ્ચર્યમાં પડી ગયા હતા. લોકોને વિશ્વાસ ન હતો કે વિકી અને કેટરીના લગ્ન કરવા જઈ રહ્યા છે. પણ કહેવાય છે કે ‘જોડિયા આસમાન સે બનતી હે’.  સેલિબ્રિટી ટેરો કાર્ડ રીડર દિવ્યા પંડિતે પણ કેટરિના અને વિકીને જન્મો જન્મના સાથી ગણાવ્યા છે. દિવ્યા પંડિતે કહ્યું કે વિકી અને કેટરિના બંને ‘સોલમેટ’ છે.
ટેરો કાર્ડ રીડર દિવ્યા પંડિતનો દાવો  

ટેરો કાર્ડ રીડર દિવ્યા પંડિતે કાર્ડ્સ જોઈને જણાવ્યું કે, ‘તેમની વચ્ચે એનર્જી ઘણી સારી છે. એક વર્ષ પહેલા મને નથી લાગતું કે લગ્નની કોઈ યોજના કે કોઈ શક્યતા હતી. બંનેએ તેમના સંબંધો પર ઘણું કામ કર્યું છે. આ એક પવિત્ર સમય છે જ્યારે સમગ્ર બ્રહ્માંડ તેમના લગ્ન કરવા તરફ ધ્યાન દોરી રહ્યું  છે. તે બંને  એકબીજા માટે જ બન્યા છે. તેઓ ‘સોલમેટ’ છે.
9 મી ડિસેમ્બર લગ્ન માટે અતિ શુભ દિવસ  

દિવ્યાએ વધુમાં જણાવ્યું હતું કે 9 ડિસેમ્બર લગ્ન માટે ખૂબ જ લકી દિવસ છે. 6ઠ્ઠી અને 9મી ડિસેમ્બર બંને લગ્ન માટે ખૂબ જ શુભ દિવસ છે. નંબર 6 શુક્રનો દિવસ છે તેથી આ દિવસ પ્રેમ માટે સારો છે અને નંબર 9 બ્રહ્માંડ દ્વારા લખાયેલ છે, ભગવાને ખુદ તેનું સર્જન કર્યું છે. 9  લકી નંબર છે અને લગ્ન માટે યોગ્ય તારીખ છે, તે બંને માટે અનુકૂળ છે.
9 ડિસેમ્બરે વિકી- કેટના લગ્ન   
કેટરિના અને વિકી કૌશલ 9 ડિસેમ્બરે સિક્સ સેન્સ ફોર્ટ બરવાડા ખાતે લગ્ન કરશે. તેઓ હિન્દુ અને ખ્રિસ્તી રીત-રિવાજો અનુસાર લગ્ન કરશે. લગ્નની તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. મહેમાનો પણ સ્થળ પર પહોંચી રહ્યા છે. બસ 9 તારીખે વર-કન્યાની લગ્ન વિધિની જ ફેન્સ રાહ જોઈ રહ્યા છે.

HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *