પ્રાપ્ત માહિતી મુજબ પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં આવેલા મલાવ- દોલતપુરા રોડ ઉપર ના આતરિયાળ ગામોમાં ચાલી રહ્યું છે બેફામ વૃક્ષો નું છેદન તેમ છતાં શું તંત્ર ઉઘતું જ રહે છે.?તાલુકાના આતરિયાળ વિસ્તારોમાં શું વૃક્ષો કાપવાની પરવાનગી આપી હશે? શા માટે આવા દિન દહાડે આવા વૃક્ષો કપાઈ રહયાં છે.?કાલોલ ના જેતપુર,અલીન્દ્રા,દોલતપુરા, મેદાપુર વિસ્તારમાં મોટા પાયે આવા વૃક્ષો કપાઈ રહ્યાં છે.વૃક્ષો પાસેથી ખરેખર આપણને શીખવા મળે છે.વૃક્ષો પોતે કાર્બન ડાયોક્સાઇડ લઈ આપણને ઓક્સિજન આપે છે તેમ છતાં આ કાળા માથાનો માનવી પૈસા કમાવવા માટે આ અબોલ વૃક્ષો નું બેફામ છેદન કરી રહ્યો છે.તેમ છતાં આ કાલોલ તાલુકાનું તંત્ર શું ઘોર નિંદ્રામાં સુઈ રહ્યું છે.? સરકાર દ્વારા પર્યાવરણને બચાવવા માટે વારંવાર વૃક્ષ રોપણ કાર્યક્રમ રાખવામાં આવે છે. હમણાં આપણા વડાપ્રધાન ના જન્મ દિવસે નિમિત્તે મોટી સંખ્યામાં વૃક્ષો રોપવામાં આવ્યાં હતાં. પરંતુ એ વૃક્ષો ની હાલત અત્યારે કેવી હશે તે તો માત્ર વૃક્ષો રોપીને ફોટા પડાવવા વાળાને જ ખબર હશે.અત્યારે મલાવ રોડ થી અલીન્દ્રા જવાના રસ્તા ઉપર દિન દહાડે ઓવરલોડ ટ્રેક્ટરો વૃક્ષો કાપેલાં ભરીને સો મીલ સુધી લઈ જવામાં આવે છે.તેમ છતાં કાલોલ વનવિભાગ,મામલતદાર અને પોલીસ વિભાગ દ્વારા કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. શા માટે આ સરકારી તંત્ર ચૂપ છે.? શું કારણ હોઈ શકે તેવી અનેક પ્રકારની લોક ચર્ચાઓ થતી જોવા મળે છે.
બ્યુરો રિપોર્ટર પંચમહાલ-ભાવિનભાઈ પરમાર
કાલોલ માં એક બાજુ વૃક્ષા રોપણ કરવામાં આવે છે તો બીજી બાજુ બેફામ વૃક્ષો નું છેદન થઈ રહ્યું છે.
Views 63