કાલોલ તાલુકાના દેલોલ ગામમાં અભ્યાસ કરતી પાંચ યુવતીઓએ સ્વખર્ચે ગણપતિ મહોત્સવ ઉજવ્યો

Views 152

દર વર્ષે ગણપતિ મહોત્સવની ઉજવણી આપણે ધામ ધૂમથી કરતા હોય છે અને એમાં મોટા ભાગના આયોજનો યુવક મંડળો દ્વારા થતાં હોય છે.પરંતુ કાલોલ તાલુકા ના દેલોલ ગામની વાત કરીએ તો સુથાર ફળિયામાં રહેતી હર્ષિદા સુથાર, પલ્લવી રાઠોડ,કાજલ રાઠોડ,ભગવતી પરમાર અને રિદ્ધિ રાઠોડ આ પાંચ યુવતીઓ દ્વારા આ વર્ષે પ્રથમ વખત ગણપતિ મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પાંચ યુવતીઓમાં એક યુવતી અભ્યાસ પૂર્ણ કરી જોબ કરે છે અને બાકીની ચાર યુવતીઓ હાલ અભ્યાસ કરે છે.આ દસ દિવસ દરમિયાન આ યુવતીઓ દ્વારા તેમના વિસ્તારમાં ગરબા,અલગ અલગ વિષયો ઉપર હરીફાઈ, મહાઆરતી વગેરે જેવા કાર્યક્રમો કર્યા હતાં.

નવમાં દિવસે મહાઆરતી અને અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ આજે ભાવપૂર્વક ગણપતિ વિસર્જન કર્યું હતું.આ તમામ આયોજન આ પાંચેય યુવતીઓએ પોતાની બચતમાંથી સ્વખર્ચે એટલે બહારથી કોઈ પણ સહાય લીધા વગર કર્યું હતું.
બ્યુરો રિપોર્ટ – ભાવિનભાઈ પરમાર પંચમહાલ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *