પ્રહલાદ મોદી, તેમની વહુ અને તેમના પૌત્રને ગંભીર ઈજા પહોંચી હોવાની માહિતી
કર્ણાટકના મૈસૂરના કડાકોલા પાસે વડાપ્રધાન મોદીના ભાઈ પ્રહલાદ મોદીની ગાડીને અકસ્માત થયો હોવાની માહિતી મળી રહી છે. પ્રહલાદ મોદી પોતાની કારમાં બેંગલોરથી બાંદીપુર તરફ જઈ રહ્યા હતા. પ્રહલાદ મોદી સાથે દીકરા, પત્ની અને પૌત્ર હતા. આ ઘટનામાં પ્રહલાદ મોદી, તેમની વહુ અને તેમના પૌત્રને ગંભીર ઈજા પહોંચી છે. જ્યારે તેમના દીકરા અને ડ્રાઈવરને સામાન્ય ઈજા પહોંચી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે પરિવાર મૈસુરથી બાંદીપુર જઈ રહ્યો હતો ત્યારે અકસ્માત થયો હતો. હાલમાં તેમની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પ્રહલાદ મોદીના ચહેરા પર સામાન્ય ઈજાઓ છે, તેમના પૌત્રને પગમાં ઈજાઓ છે અને અન્ય લોકોને પણ નાની-મોટી ઈજાઓ થઈ છે.દુર્ઘટના પછી સ્થાનિક લોકો બચાવ માટે દોડી આવ્યા હતા.
પ્રહલાદ મોદી ઓલ ઈન્ડિયા ફેર પ્રાઈસ શોપ ડીલર્સ ફેડરેશનના ઉપાધ્યક્ષ છે અને તેઓ આ અગાઉ રાશન સ્ટોર ચલાવતા હતા.