ઓછું પાણી પીતા હોવ તો એની અસર થઈ શકે છે ઊંઘ પર

Views 74

પાણી વિના જીવનની કલ્પના ન કરી શકાય

દરેક વ્યક્તિએ પૂરતા પ્રમાણમાં પાણી પીવું જ જોઈએ

આપણા શરીરનો 70 ટકા ભાગ પાણી છે. પાણી સ્વાસ્થ્ય માટે વરદાનથી ઓછું નથી. ‘જળ એ જીવન’, આપણે પાણી વિના જીવી નથી શકતા. દરેક વ્યક્તિ પાણી પીવે જ છે, પરંતુ જો પૂરતા પ્રમાણમાં પાણી ન પીવામાં આવે તો તેની સ્વાસ્થ્ય પર ઘણી અસર થઈ શકે છે. શરીરમાં પાણીની ઉણપને કારણે થતું ડિહાઈડ્રેશન વ્યક્તિની ઊંઘને ​​અસર કરે છે. ઘણા સંશોધનો એવા છે જે સૂચવે છે કે ડિહાઈડ્રેશન ઓછી ઊંઘનું કારણ બની શકે છે.
2019માં થયેલા એક સંશોધન મુજબ, ડિહાઈડ્રેશન ઓછી ઊંઘનું કારણ બની શકે છે. જો કે ડિહાઈડ્રેશન શા માટે ઊંઘ પર અસર કરે છે તે સંશોધનમાં જાણી શકાયું નથી.

ડિહાઇડ્રેશનના લક્ષણો
સ્નાયુમાં ખેંચાણ- ડિહાઇડ્રેશન સ્નાયુઓમાં ખેંચાણનું કારણ બની શકે છે, જેના કારણે ઊંઘવું મુશ્કેલ બને છે. કેટલીકવાર ડિહાઇડ્રેટેડ વ્યક્તિને રાત્રે જગાડવી પણ મુશ્કેલ બની જાય છે. આપણા સ્નાયુઓમાં 76 ટકા પાણી છે. તેથી સ્વાભાવિક છે કે તેની આપણા સ્વાસ્થ્ય પર અસર ચોક્કસ થશે.
સ્નાયુમાં દુઃખાવો- ડિહાઇડ્રેશનને કારણે સ્નાયુમાં દુઃખાવો પણ થઈ શકે છે. ક્યારેક ગળા અને પગમાં તીવ્ર દુઃખાવો થાય છે. આ સાથે સ્નાયુઓ જકડાઈ જાય છે. જેના કારણે વ્યક્તિ રાત્રે ઊંઘી શકતો નથી.
માથાનો દુઃખાવો- માથાનો દુઃખાવો અને માઈગ્રેનનો એટેક પણ ડિહાઇડ્રેશનનું એક લક્ષણ છે. જેના કારણે ઉંઘ આવવી મુશ્કેલ બને છે.
તરસ લાગવી- શરીરમાં પાણીની કમીને કારણે તરસ લાગે છે અને એને કારણે રાતે ઊંઘ ઉડી પણ જાય છે, જે ચિંતાજનક હોઈ શકે છે.
મોં સુકાવું- ડિહાઇડ્રેશનને કારણે મોં સુકાઈ જાય છે, જે બેચેની અને નિંદ્રા તરફ દોરી શકે છે.

HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *