એક મંગળ તેમજ દિવ્ય પ્રસંગ અન્વયે દિવ્ય અલૌકિક અનુભૂતિ નો અદ્ભૂત પ્રસંગ

Views 57


માં ભગવતી રાજરાજેશ્વરી બાલા બહુચર માતાજી જ્યારે પોતાના જુના ઘેરથી શીખરબંધ મંદિર માં બિરાજમાન થતા હોય,પરમ જ્ઞાન ના શિખરે બિરાજમાન ચંડીપાઠ ના મધુર સ્વરો ચાલુ હોય,માં ના પનોતા પુત્ર શ્રી અમિતભાઇ શાહ,મિત્ર વર્તુળ,પરિવારજનો તેમજ અનેક બ્રાહ્મણો નો સમુદાય હાજર હોય,મંગળ વાદ્યો તેમજ રાસ ગરબા હોય,બ્રાહ્મણો ની ભાવવાહક મનોરમ્ય વાણી વહી રહી હોય,સાક્ષાત અનેક અરજદારો ની તરત જ મનોકામના પૂર્ણ કરે એ માતાજી ની હાજરીમાં,યજ્ઞ ની વેદી ની સુગંધો ચારે તરફ વહેતી હોય,રંગબેરંગી વસ્ત્રો ,ઉપવસ્ત્રો માં કપાળ ઉપર ચંદન તેમજ કંકુ ના લેપ, ગળા માં રુદ્રાક્ષ ધારણ કરેલા ભૂદેવો એમની સરતા માં માતાજી ને પ્રગટ કરે એવા સમર્થ પુરુષો ની હાજરી નો કેટલો સરસ લાભ મળ્યો એ દ્વારા આજ શરદપૂર્ણિમા એ હદય ગદગદ બની ગયું છે,એ માં અંતરથી સર્વ ને અસીમ આશીર્વાદ આપે છે એવું અનુભવાઈ રહ્યું છે

એ યજ્ઞ ના અંદર જયભાઈ,અમિતભાઇ,બીપીનભાઈ તેમજ સર્વ ના વૃંદ નો સર્વ પ્રત્યે નો પ્રેમ,આવકાર,અતિથિ સત્કાર સાચે જ દુર્લભ વાતાવરણ પ્રાપ્ત થયું.
માં પણ કેટલા “ખુશ”કે નવા સ્થાને બિરાજમાન થાય છે,સાથે “કામાખ્યાં શ્રીફળ”પણ સ્થાપિત જોઈ ને મહામાયા જગદંબા સ્વરૂપ “શ્રી બાલા બહુચર માં,અન્નકોટ સમેત કેવા શોભી રહ્યા”👍છે.એ દિવ્ય દર્શન આ હદય માં આજીવન યાદ રહેશે.
આ જ્યોતિષી ને આ લાભ આપવા બદલ અંતઃકરણ પૂર્વક બધા નો આભાર તેમજ સર્વ ને વંદન સાથે,અહીં આવનાર દરેક ની મનોકામના સો ટકા માં ભગવતી પૂર્ણ કરશે એવો મને વિશ્વાસ છે..

HBN TV NEWS

અતુલભાઈ અઢિયા..

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *