આ લક્ષણોને ન સમજો સામાન્ય, હોઈ શકે છે બ્રેસ્ટ કેન્સર 

Views 140

બ્રેસ્ટ કેન્સર થઈ શકે છે કોઈ પણ સ્ત્રીને

તેના લક્ષણો પરથી તમને થઈ શકે છે આ બીમારીની જાણ 

જાણી લો બ્રેસ્ટ કેન્સરના લક્ષણો 

ઘણા લોકો જયારે કોઈ બીમારી વિશે સંભાળે ત્યારે તેઓને એવું લાગે છે કે આવી કોઈ બીમારી તેમને ન થઈ શકે. પરંતુ બીમારીઓની હકીકત એ છે કે એ કોઈને પણ પોતાની ઝપેટમાં લઇ શકે છે. આવી જ એક બીમારી છે બ્રેસ્ટ કેન્સર. ઘણી મહિલાઓને એવું લાગતું હોય છે કે બ્રેસ્ટ કેન્સર એમને ન થઇ શકે પણ બ્રેસ્ટ કેન્સર કોઈ પણ મહિલાને થઇ શકે. એને રોકવાનો એક રસ્તો છે કે તેનાથી વાકેફ રહો. એટલે જ તેના લક્ષણો વિશે જાણીને તેના પર ધ્યાન આપો જેથી એનાથી બચી શકાય.સ્તન કેન્સર અંગે મૂંઝવતા મુખ્ય સવાલો અને તેના સરળ જવાબ | નવગુજરાત સમય
બ્રેસ્ટના ટેક્ષ્ચરમાં ફેરફાર
સામાન્ય ત્વચાને બદલે, બ્રેસ્ટની આસપાસનો ભાગ અલગ દેખાઈ શકે છે. તમારા બ્રેસ્ટની સ્કિન નિપ્પલ અને એરીઓલાની આસપાસ ભીંગડાં દેખાઈ શકે છે, અને તે કેટલાક વિસ્તારોમાં જાડા પણ દેખાઈ શકે છે. બ્રેસ્ટમાં એક્જિમા અને ડર્મેટાઇટિસ પણ દુર્લભ પ્રકારના બ્રેસ્ટ કેન્સરના સંકેત હોઈ શકે છે.

નિપ્પલમાંથી પ્રવાહી નીકળવું
સ્તનપાન દરમ્યાન નિપ્પલમાંથી પ્રવાહી નીકળવું સામાન્ય છે, પરંતુ બ્રેસ્ટ કેન્સરમાં નિપ્પલમાંથી પીળું, લીલું કે લાલ રંગનું પ્રવાહી નીકળે છે. તો જો આ પ્રકારનું પ્રવાહી નીકળતું હોય તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.
દુઃખવું કે ખંજવાળ આવવી
બ્રેસ્ટ કેન્સરથી દુઃખતું નથી પણ દરેક મહિલાઓમાં આના લક્ષણો જુદા-જુદા હોય છે. જો તમને બ્રેસ્ટમાં દુખાવો અથવા ખંજવાળની ​​સમસ્યાઓ થવા લાગે છે, તો ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. બ્રેસ્ટમાં બદલાવને કારણે દુઃખાવો થાય છે જે ઘણી વખત બ્રેસ્ટમાં સેન્સિટિવિટી વધારે છે, દુઃખાવો અને તકલીફનું કારણ બની શકે છે.
બ્રેસ્ટમાં સોજો કે લાલ થઈ જવા
જો તમને બ્રેસ્ટ અથવા તેની આસપાસ ઈજા ન થઈ હોય અને બ્રેસ્ટ અને આસપાસનો ભાગ લાલ હોય, તો તમારે સાવધાન થઈ જવું જોઈએ. આવામાં તમારી સ્કિન લાલ, જાંબલી અથવા ભૂરી દેખાઈ શકે છે.

HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *