આત્મહત્યા કોઈ પણ સમસ્યાનું સમાધાન નથી, પરંતુ તમે આના લીધે અનેક લોકોને પરેશાની અને દુ:ખ આપીને જાવ છો.

Views 60

આત્મહત્યા કોઈ પણ સમસ્યાનું સમાધાન નથી, પરંતુ તમે આના લીધે અનેક લોકોને પરેશાની અને દુ:ખ આપીને જાવ છો.
        હાલ તાજેતરમાં જ બોલિવૂડના જાણીતા અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે પોતાના ઘરે આત્મહત્યા કરી છે. કહેવાય છે કે, સુશાંત સિંહ લાંબા સમયથી ડિપ્રેશનનો શિકાર હતા.
એવામાં તમારે આ વિશે જરૂર જાણવું જોઈએ કે ડિપ્રેશન આખરે કેવી રીતે કોઈ માનવીને મોતની આટલી નજીક લઈ જાય છે? આજે અમે તમને આવી જ કેટલી બાબતો જણાવી રહ્યાં છીએ, જેને ધ્યાનમાં રાખો. તમારી આસપાસ ઉપસ્થિત એવા લોકોના સંપર્કમાં જરૂર રહો, જે ડિપ્રેશનથી પીડિત જોવા મળતા હોય.
સુશાંત સિંહના નજીકના લોકોનું કહેવું છે કે, તેઓ છેલ્લા 6 મહિનાથી ડિપ્રેશનની સારવાર કરાવી રહ્યાં હતા. તેમના ઘરેથી પણ કેટલીક ડિપ્રેશનની દવાઓ મળી આવી છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે, સુશાંત ડિપ્રેશનમાંથી બહાર આવવા માટે દવાઓ પર નિર્ભર હતા. આથી હવે આપણે જાણવું જરૂરી થઈ ગયું છે કે, આખરે ડિપ્રેશનનું શું કારણ હોય છે?
ડિપ્રેશન એક એવી માનસિક સ્થિતિ છે, જેનો સામનો જિંદગીમાં દરેક વ્યક્તિ ક્યારેકને ક્યારેક કરે જ છે. મોટાભાગે જોવા જઈએ તો, ઘરેલુ કંકાશ, કેરિયરની ચિંતા, ભણવાનું ટેન્શન, સતત પ્રયત્ન છતાં નિષ્ફળતા, લવ લાઈફમાં પ્રોબ્લેન, ઓફિસમાં કામનું ભારણ વગેરે ડિપ્રેશનના મુખ્ય કારણો છે. આ સિવાય કેટલાક મેડિકલ કારણોથી પણ લોકો ડિપ્રેશનનો શિકાર બને છે. જેમાંથી એખ છે થાયરૉયડની ઓછી સક્રિયતા. કેટલીક દવાઓની આડ અસરના કારણે પણ ડિપ્રેશન થઈ શકે છે, પરંતુ ઘણી વખત એવું થાય છે કે, લોકોને ડિપ્રેશન શું હોય છે? તેના લક્ષણો શું છે? તેની જાણકારી નથી હોતી.
:-: કેવી રીતે મોતની નજીક લઈ જાય છે ડિપ્રેશન?
ડિપ્રેશનમાં ગયા બાદ વ્યક્તિ એકલા રહેવાનું શરૂ કરી દે છે. તે લોકોને પોતાની સમસ્યા બતાવતા પણ મુંઝાય છે. કેટલીક વખત એવું પણ થાય છે કે, તેમની આસપાસ અથવા નીકટ રહેતા લોકો ડિપ્રેશનથી પીડિતની પરેશાની અને સ્થિતિને સમજી નથી શકતા. જેના કારણે તે વ્યક્તિ અંદરથી વધારે તૂટી જાય છે. આ બધી મુંઝવણો ધીમે-ધીમે તેના મગજ પર હાવી થઈ જાય છે. જેના કારણે ડિપ્રેશનથી પીડિત વ્યક્તિને જીવન ટૂંકાવવાનો વિચાર આવે છે. આ ઉપરાંત ડિપ્રેશન એક એવી સ્થિતિ છે, જેમાં આપણા શરીરમાં હોર્મોનમાં કેટલાક ફેરફાર થવા લાગે છે. આવી સ્થિતિમાં લોકો ઈચ્છવા છતાં પણ ખુશ નથી રહી શકતા.
:- ડિપ્રેશન બાદ શું કરવું જોઈએ?
અનેક લોકો એવા પણ હોય છે, જે ડિપ્રેશનમાં ગયા બાદ કાઉન્સિલર અથવા મનોચિકિત્સકની એડવાઈસ લઈને ડિપ્રેશનમાંથી બહાર આવી જાય છે. જો તમે પણ કોઈ કારણસર ડિપ્રેશનમાં હોવ, તો ગૂગલ પર તમને આવી અનેક હેલ્પલાઈન નંબર મળી જશે, જે તમારી મદદ માટે 24 કલાક તૈયાર રહે છે.
– આ સિવાય અન્ય ઉપાયોમાં જોઈએ તો
– ડિપ્રેશનની સ્થિતિમાં પોતાના પરિવાર અને મિત્રો સાથે વાત કરો અને તમારી પરેશાની જણાવો
– યોગા અથવા મેડિટેશન જેવી પદ્ધતિ અજમાવો
– પૂરતી ઊંઘ લેવી જોઈએ એટલે રોજ ઓછામાં ઓછા 7 થી 8 કલાક સૂવુ જોઈએ
– દરરોજ સૂરજના પ્રકાશમાં થોડીવાર બેસવું જોઈએ
– બહાર આંટા મારવા જાઓ
આત્મહત્યા કોઈ પણ સમસ્યાનું સમાધાન નથી, પરંતુ તમે આના લીધે અનેક લોકોને પરેશાની અને દુ:ખ આપીને જાવ છો. આત્મહત્યા જેવા ખરાબ વિચારોથી બચો અને તરત જ તમારા મનને અન્ય કોઈ વાતોમાં વ્યસ્ત કરી દો. શક્ય હોય તો, ક્યાંક ફરવા જાવ અથવા કોઈ સારી મુવી કે ટીવી શૉ જુઓ. જેટલુ બને તેટલું લોકોની વચ્ચે રહો.
રિપોર્ટર:- અજયસિંહ ચૌહાણ બ્યુરો ચીફ પંચમહાલ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *