અમદાવાદ સિવિલ ખાતે કોવિડ કમાન્ડ કંટ્રોલ ડેશબોર્ડ કાર્યરત કરાયુ

Views 89

સિવિલ હોસ્પિટલ ખાતે કોરોના દર્દીની રીઅલ-ટાઈમ ઈન્ફોર્મેશન મળી રહેશે.
      અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે કોરોનાના દર્દીઓની રીઅલ ટાઈમ ઈન્ફોર્મેશન પ્રાપ્ત થાય તે હેતુસર ‘કોવિડ કમાન્ડ કંટ્રોલ ડેશબોર્ડ’ કાર્યરત કરવામાં આવ્યું છે. 
     કોરોનાગ્રસ્ત દર્દીઓના પરિવારજનો માહિતીના અભાવે ચિંતા-તણાવ અનુભવે તે સ્વાભાવિક છે, તેવા સમયે ઉક્ત ડેશબોર્ડ માહિતી ઉપલબ્ધ કરાવવા માટે સહાયરૂપ બનશે. કોરાનાગ્રસ્ત દર્દીની તમામ પ્રકારની માહિતી સબંધીને મેસેજ મારફતે ઉપલબ્ધ થઈ જશે.
       ડેશબોર્ડમાં દર્દીનું નામ, વિવિધ રીપોર્ટની માહિતી, દર્દીની સ્થિતિ, ક્યા વોર્ડમાં દાખલ, દાખલ કર્યાની તારીખ, ડિસ્ચાર્જ કર્યાની તારીખ તેમજ ક્યા ડૉક્ટર દ્વારા સારવાર કરવામાં આવી રહી છે તેની પૂરતી માહિતીનો સોફ્ટવેરમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
       વિશેષ રીતે આ સોફ્ટવેરમાં વિવિધ માહિતીને સરળતાથી વર્ગીકૃત કરી શકાય તે અર્થે અલગ-અલગ કલર કોડ આપવામાં આવ્યા છે.  દર્દીની બદલાતી જતી સ્થિતિ અંગે ખૂબજ ચોકસાઈપૂર્વક માહિતી અપડેટ કરવામાં આવે છે તેમજ જરૂરી માહિતી દર્દીના સ્નેહીજનોને ટેલિકોલિંગ તેમજ એસએમએસ દ્વારા પૂરી પાડવામાં આવે છે.
      કોરોનાગ્રસ્ત દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવાના હોય તે પહેલા સબંધીને મેસેજ દ્વારા ડિસ્ચાર્જની તારીખ અને સમય અંગે માહિતી આપી દેવામાં આવે તે મતલબની સુવિધા ઉભી કરેલ છે જેથી દર્દીના સબંધી તે સમયે હાજર રહી શકે.
      અત્રે ઉલ્લેખનીય છે કે, સિવિલ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દીના સગા-સબંધીઓને સરળતાથી માહિતી મળી રહે તે માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલનો કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે ત્યારે ‘કોવિડ કમાન્ડ કંટ્રોલ ડેશબોર્ડ’ એ ખૂબ જ અગત્યનું માધ્યમ અને મદદગાર બની રહેશે..

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *