અમદાવાદની ટીમ IPLમાં? અદાણી સહિત કયા ઉદ્યોગપતિઓ ટીમ ખરીદવા ઉતર્યા

Views 90

આઇપીએલ એક વખત ફરીથી ચર્ચામાં

IPL 2022માં કુલ 10 ટીમોએ ભાગ લેવાનો છે

અમદાવાદની ટીમનું નામ ચર્ચામાં

T20 વર્લ્ડકપની બીજીબાજુ આઇપીએલ એક વખત ફરીથી ચર્ચામાં આવી છે. IPL 2022માં કુલ 10 ટીમોએ ભાગ લેવાનો છે, સોમવારના રોજ બે નવી ટીમો માટે હરાજી થવા જઇ રહી છે. થોડીકવારમાં દુબઇમાં આ હરાજી બોલાશે. એવામાં દરેક કોઇની નજર આ નવી ટીમો કંઇ હશે તેના પર રહેશે.
કંઇ ટીમોને મળી શકે છે તક?

કહેવાય છે કે આ વખતે અમદાવાદ અને લખનઉ જેવી ટીમોને આઇપીએલમાં જગ્યા મળી શકે છે. બંને શહેરોની પાસે પોતાના સ્ટેડિયમ છે અને આ વિસ્તારમાં આઇપીએલની ફેન ફોલોઇંગ પણ વધુ છે એવામાં તમામ વસ્તુઓને જોતા તેમનો ચાન્સ વધી ગયો છે.
રિપોર્ટસના મતે માનચેસ્ટર યુનાઇટેડની તરફથી સૌથી મોટી બોલી લગાવાઇ છે. જો કે હજી સુધી BCCIની તરફથી કંઇ ફાઇનલ થયું નથી. કહેવાય છે કે સોમવાર મોડી સાંજે કે પછી મંગળવારના રોજ આઇપીએલની નવી ટીમોના નામ જાહેર થશે.
કોણ કોણ છે રેસમાં?

IPLની બે નવી ટીમો ખરીદવા માટે કેટલાંય નામ સામે આવ્યા છે. RPSGના સંજીવ ગોયેન્કા, માન્ચેસ્ટ યુનાઇટેડના માલિક ગ્લેઝર ફેમિલી, નવીન જિંદાલ, અદાણી ગ્રૂપ, સીવીસી પાર્ટનર, ગ્રૂપ-એમ, રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ સહિત કેટલાંય નવા નામ ટીમોને ખરીદવાની રેસમાં છે

HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *