હૈદરાબાદ , બેંગ્લોર તથા ગુજરાત રાજ્યમાં સ્નેચીંગ કરનાર આંતર રાજ્ય ચેઈન સ્નેચરને પકડી કુલ ૧૮ ગુન્હાઓનો ભેદ ઉકેલતી અમદાવાદ શહેર , 

Views 163

હૈદરાબાદ , બેંગ્લોર તથા ગુજરાત રાજ્યમાં સ્નેચીંગ કરનાર આંતર રાજ્ય ચેઈન સ્નેચરને પકડી કુલ ૧૮ ગુન્હાઓનો ભેદ ઉકેલતી અમદાવાદ શહેર , 

ક્રાઈમ બ્રાન્ચ . અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર શ્રી પ્રેમ વીર સિંહ સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર  ચૈતન્ય આર . મંડલીક સાહેબ નાઓએ અમદાવાદ શહેર વિસ્તારમાં કાયદો વ્યવસ્થાની જાળવણી તથા મિલકત સબંધી ગુન્હાઓ અટકાવવા તથા શોધી કાઢવા સારૂ સુચના અને માર્ગદર્શન આપેલ . જે અનુસધાને હેઠળ એન્ટી પ્રોપર્ટી સ્ક્વોડ -૧ ના પોલીસ ઈન્સપેક્ટર શ્રી એન.આર.બ્રહ્મભટ્ટ નાઓની રાહબરી હેઠળ પો.સ.ઈ. શ્રી જે.ડી.બારોટ તથા પો.સ.ઈ. શ્રી વી.એચ. રાઠોડ તથા સ્કોડના માણસો અમદાવાદ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં . દરમ્યાન પો.સ.ઈ. શ્રી વી.એચ.રાઠોડનાઓને બાતમી હકીકત મળેલ કે … “ અગાઉ અમદાવાદ શહેરમાં ઘણી જગ્યાએ ચેઈન સ્નેચીંગના ગુન્હામાં પકડાયેલ આરોપી ઉમેશ ખટીક નાનો હાલમાં ઘણી જગ્યાએ ચેઈન સ્નેચીંગ તેમજ વાહન ચોરી કરેલ છે અને જે ઈસમ હાલમાં ભીમજીપુરા સર્કલ પાસે ઉભો છે . ” જે બાતમી હકીકત આધારે ઉમેશ સ / ઓ ગુલાબભાઈ ખટીક ઉ.વ .૨૬ હાલ રહે.મ.નં.એ / ૫૨ , સોનાલી પાર્ક , વિશ્વકર્મા મંદીર ની પાસે ચાંદલોડીયા અમદાવાદ મુળ રહે . ડી / ૩૦૮ , લખુડી તલાવડી હા.સોસા . સરદાર પટેલ સ્ટેડીયમ રોડ , નારણપુરા અમદાવાદનાને તા .૨૪ / ૦૧ / ૨૦૨૨ ના કલાક ૧૬/૦૦ વાગ્યે પકડી અટક કરી પુછપરછ હકીકત જણાવેલ કે ” માહે ૦૮ / ૨૦૨૧ થી જેલમાંથી છુટેલ 

 અમદાવાદ શહેર વિસ્તારના નારોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક એક્ટીવાની ચોરી કરી તે ચોરી કરેલ એક્ટીવા ઉપર અમદાવાદ શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશન જેવા કે આનંદ નગર , સરખેજ , શાહીબાગ , આનંદનગર વિસ્તારોમાંથી નિર્દોષ નાગરીકોના ગળામાં પહેરેલ સોનાની ચેઈનો તોડી નાસતો ફરતો હતો.આ દરમ્યાન અમદાવાદ શહેરની પોલીસને આરોપીની જાણ થઈ જતાં ગુજરાત રાજ્ય છોડી ડીસેમ્બર – ૨૦૨૧ માં બેંગ્લોર શહેરમાં જતો રહેલ જ્યાં થોડો સમય રોકાયા બાદ પ્રથમ એક એક્ટીવાની ચોરી કરેલ . તે ચોરી કરેલ એક્ટીવા ઉપર તે જ દિવસે બેંગ્લોર શહેરમાંથી જુદી જુદી જગ્યાએથી કુલ ૦૩ ચેઈન સ્નેચીંગ કરેલ . ત્યાર બાદ બેંગ્લોર શહેર છોડી નાશી ભાગી ગયેલ 

જાન્યુઆરી  ૨૦૨૨ માં હૈદરાબાદ શહેરમાં પહોંચી ગયેલ જ્યાં પણ થોડો સમય રોકાયા બાદ પ્રથમ એક એક્ટીવાની ચોરી કરી , તે ચોરી કરેલ એક્ટીવા ઉપર જુદી જુદી જગ્યાઓએથી કુલ ૭ ચેઈન સ્નેચીંગ કરેલ હોવાની કબુલાત કરેલ . જે આધારે ખાતરી તપાસ કરાવતા અમદાવાદ શહેર , બેંગ્લોર શહેર તથા હૈદરાબાદ શહેરમાં નીચે મુજબના ગુન્હાઓ દાખલ થયેલ છે . 

અમદાવાદ શહેરના ગુન્હાઓની માહિતી :

( ૧ ) આનંદનગર પો.સ્ટે . પાર્ટ એ ગુ.ર.નં. ૧૧૧૯૧૦૦૧૨૧૦૪૪૯/૨૦૨૧ ધી ઈ.પી.કો. કલમ ૩૭૯ ( એ ) ( ૩ ) મુજબ ( ૨ ) સરખેજ પો.સ્ટે . પાર્ટ એ ગુ.ર.નં. ૧૧૧૯૧૦૪૮૨૧૧૮૯૮/૨૦૨૧ ઘી ઈ.પી.કો. કલમ ૩૭૯ ( એ ) ( ૩ ) મુજબ ( ૩ ) શાહીબાગ પો.સ્ટે . પાર્ટ એ ગુ.ર.નં. ૧૧૧૯૧૦૩૧૨૧૧૬૬૬/૨૦૨૧ ઘી ઈ.પી.કો. કલમ ૩૭૯ ( એ ) ( ૩ ) મુજબ ( ૪ ) વાડજ પો.સ્ટે . પાર્ટ એ ગુ.ર.નં. ૧૧૧૯૧૦૨૩૨૧૨૦૮૯/૨૦૨૧ ધી ઈ.પી.કો. કલમ ૩૭૯ ( એ ) ( ૩ ) મુજબ ( ૫ ) નારોલ પો.સ્ટે . પાર્ટ એ ગુ.ર.નં. ૧૧૧૯૧૦૬૫૨૧૧૭૬૨/૨૦૨૧ ઘી ઈ.પી.કો. કલમ ૩૭૯ મુજબ ( ૬ ) આનંદનગર પો.સ્ટે . પાર્ટ એ ગુ.ર.નં. ૧૧૧૯૧૦૦૧૨૧૦૪૪૯/૨૦૨૧ ધી ઈ.પી.કો. કલમ ૩૭૯        ( એ ) ( ૩ ) મુજબ 

હૈદરાબાદ શહેરના ગુન્હાઓની વિગત 

( ૭ ) પેટ બશીરાબાદ પો.સ્ટે . ગુ.ર.નં. ૪૪/૨૦૨૨ ધી ઈ.પી.કો. કલમ ૩૯૩ ( ૮ ) પેટ બશીરાબાદ પો.સ્ટે . ગુ.ર.નં. ૪૫/૨૦૨૨ ધી ઈ.પી.કો. કલમ ૩૯૨,૩૦૭ ( ૯ ) પેટ બશીરાબાદ પો.સ્ટે . ગુ.ર.નં. ૪૬/૨૦૨૨ ધી ઈ.પી.કો. કલમ ૩૯૨ ( ૧૦ ) મેડી પલ્લી પો.સ્ટે . ગુ.ર.નં. ૬૧/૨૦૨૨ ધી ઈ.પી.કો. કલમ ૩૯૨ ( ૧૧ ) મેરેડ પલ્લી પો.સ્ટે . ગુ.ર.નં .૧૨ / ૨૦૨૨ ધી ઈ.પી.કો. કલમ ૩૮૨ ( ૧૨ ) તુકારામગેટ પો.સ્ટે . ગુ.ર.નં. ૧૪/૨૦૨૨ ધી ઈ.પી.કો. કલમ ૩૫૪,૩૮૨ ( ૧૩ ) અલવલ પો.સ્ટે . ગુ.ર.નં. ૫૨/૨૦૨૨ ધી ઈ.પી.કો. કલમ ૩૯૩ ( ૧૪ ) આશિફનગર પો.સ્ટે . ગુ.ર.નં. ૩૩/૨૦૨૨ ધી ઈ.પી.કો. કલમ ૩૭૯ બેંગલોર શહેરના ગુન્હાઓની વિગત : ( ૧૫ ) ચેન્નમન્નેકેરે અચુકટ્ટ પો.સ્ટે . ગુ.ર.નં. ૦૩૦૯/૨૦૨૧ ધી ઈ.પી.કો. કલમ ૩૯૭ ( ૧૬ ) મૈકોલેવટ પો.સ્ટે . ગુ.ર.નં. ૦૨૬૯/૨૦૨૧ ધી ઈ.પી.કો. ૩૯૨ ( ૧૭ ) પુટેનહલ્લી પો.સ્ટે . ગુ.ર.નં. ૦૨૯૨/૨૦૨૧ ધી ઈ.પી.કો. કલમ ૩૯૭ ( ૧૮ ) મલ્લેશ્વરમ પો.સ્ટે . ગુ.ર.નં. ૦૧૬૪/૨૦૨૧ ધી ઈ.પી.કો. કલમ ૩૭૯ મુજબ આરોપીની એમ.ઓ 

આ કામનો આરોપી પ્રથમ કોઈ પણ જગ્યાએથી એક્ટીવા અગર તો મો.સા.ની ચોરી કરતો હતો . તે ચોરી કરેલ વાહન ઉપર એક જ દિવસમાં જુદી જુદી જગ્યાઓએ ફરી નાગરીકોના ગળામાં પહેરેલ સોનાના દોરા ખેંચી શહેર છોડી નાશી ભાગી જતો હતો . આરોપીનો ગુન્હાહિત ઈતિહાસ : સને -૨૦૧૬ થી આ કામના આરોપીએ ચેઈન સ્નેચીંગ કરવાનુ ચાલુ કરેલ જેમા અમદાવાદ શહેરના સોલા પોલીસ સ્ટેશનના ત્રણ ગુન્હામાં , ઘાટલોડીયા પોલીસ સ્ટેશનના એક ગુન્હામાં , ગુજ.યુની . પોલીસ સ્ટેશનના બે ગુન્હામાં , ચાંદખેડા પોલીસ સ્ટેશનના બે ગુન્હામાં પકડાયેલ છે .

  આ સિવાય સને ૨૦૧૭ મા નારણપુરા પોલીસ સ્ટેશનમાં પોક્સો એક્ટના ગુન્હામાં પકડાયેલ છે . સને -૨૦૧૯ મા આરોપીની અમદાવાદ શહેરમાંથી તડીપાર કરેલ , બાદ સને -૨૦૨૦ મા સુરત શહેરમા ચેઈન સ્નેચીંગ તથા વાહન ચોરીના ગુન્હામાં પકડાયેલ જેમા અડાજણ પો.સ્ટે.ના એક ગુન્હામાં , ઉમરા પો.સ્ટે.ના એક ગુન્હામાં , ખટોદર પો.સ્ટે.ના બે ગુન્હાઓ પકડાયેલ હતો . એક વર્ષ સુધી લાજપોર જેલમા રહેલ હતો.ત્યાર બાદ સને -૨૦૨૧ ના ઓગષ્ટ મહીનામા જેલમાથી છુટેલ છે . 

HBN TV NEWS 

આવાજ હિન્દુસ્તાન કી 

હર હંમેશ સત્ય ની સાથે 

ક્રાઈમ  રિપોર્ટર જગદીશ સોલંકી

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *