ડ્રાયફ્રૂટ અને શાકભાજીના વેપારીઓ રડારમાં? આટલા કરોડની ટેક્સ ચોરી પકડાઇ

Views 65

 

  • ગુજરાતમાં પણ બ્લેકમનીનો સંગ્રહ કરનારા કેટલાક વેપારીઓ આઇટીની નજરમાં

  • મહારાષ્ટ્ર, બિહાર, ઝારખંડ, કર્ણાટક, જમ્મુ-કાશ્મીરમાં 7 દિવસમાં 200 સ્થળે દરોડા

  • ITની રેડમાં 1 હજાર કરોડથી વધુની ટેક્સ ચોરી પકડાઈ, દરોડામાં 200 કરોડની રોકડ જપ્ત

સીબીડીટીએ આપેલા આદેશ બાદ છેલ્લા એક અઠવાડિયામાં આવકવેરા વિભાગે દેશભરમાં મોટાપાયે દરોડાની કામગીરી કરીને 1 હજાર કરોડની અંદાજીત ટેકસ ચોરી શોધી કાઢી છે. દરોડા દરમ્યાન 200 કરોડથી વધારેનુ બ્લેકમની પણ જપ્ત કરવામા આવ્યુ છે. ઓપરેશન ક્લીન મની અભિયાના ભાગરૂપે આવકવેરા વિભાગે દરોડાની કામગીરી કરતા ટેકસ ચોરી કરનારાઓમાં ફફડાટ ફેલાઇ ગયો છે. ગુજરાતમાં પણ બ્લેકમનીનો સંગ્રહ કરનારા કેટલાક વેપારીઓ આઇટીની નજરમાં આવી ગયા છે. ખાસ કરીને ડ્રયફ્રૂટના વેપારીઓ અને ટ્રેડીગ કરનાર અને શાકભાજીના હોલસેલ વેપારીઓ આઇટીના નજરમાં આવી ગયા છે.
ગત્ત મહિનાના અંતમાં નાસિકમાં દસ ડુંગળીના વેપારીઓ પર આવકવેરા વિભાગે દરોડા પાડયા બાદ ગુજરાતમાં આવતી નાસિકની ડુગળીના ભાવ કુત્રિમ રીતે વેપારીઓએ વધારીને પ્રતિ કિલો 30થી 40ના બદલે 70-80 સુધી ભાવ લઇ ગયા હતા. શાકભાજીના વેપારીઓએ દિવાળીના તહેવારમાં જ ભાવો આસમાને પહોચાડી મોટી રકમ મેળવી લીધી છે તેવા કેટલાક વેપારીઓ નજરમાં આવી ગયા છે. આવકવેરા વિભાગે મહારાષ્ટ્રમાં અર્બન કો.ઓપરેટીવ બેન્ક, જમ્મુ-કાશ્મીર અને પંજાબમાં ડ્રાયફ્રૂટના વેપારીઓના ત્યાં દરોડા પાડીને 200 કરોડની કરચોરી શોધી કાઢી છે. રાજસ્થાનમાં રિયલ એસ્ટેટ ગ્રુપ અને લિકર ટ્રેડર્સના ત્યાં દરોડા પાડીને 50 કરોડની કરચોરી પકડી પાડી છે. તેવી જ રીતે તમિલનાડુમાં એગ પ્રોડક્ટ બનાવતા મોટા ગ્રુપને ત્યાં દરોડામાં 300 કરોડની ટેકસ ચોરી પકડી છે.
સીબીડીટીના આદેશ બાદ દેશભરમાં આવકવેરા વિભાગે સપાટો બોલવી દીધો છે. કર્ણાટકમાં પણ રોડ કન્સ્ટ્રક્શનનો બિઝનેસ કરતા ગ્રુપન ત્યાં દરોડા પાડીને 150 કરોડથી વધારેની ચોરી અને બિહાર અને ઝારખંડમાં રોડ કોન્ટ્રાકટરોને દરોડા પાડીને 100 કરોડથી વધારેની ટેકસ ચોરી શોધી કાઢી છે. આવકવેરા વિભાગે દિવાળીના તહેવારોમાં પણ તપાસ ચાલુ રાખતા આવકવેરાની ચોરી કરનારાઓમાં ફફડાટ ફેલાઇ ગયો છે. અમદાવાદ,રોજકોટ અને સુરતમાં મોટાપાયે છેલ્લા એક મહિનામાં આવકવેરા વિભાગે દરોડા પાડીને એક હજાર કરોડની ચોરી પકડીને તપાસ ચાલુ રાખી છે. હવે નજીકમાં દિવસોમાં આઇટીના અધિકારીઓ એક્શન મૂડમાં આવે તેવા સંકેતો મળ્યા છે
 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *