સ્વામિવિવેકાનંદ નગરપાલિકા હોલ ખેડબ્રહ્મા ખાતે બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.

Views 55

           સ્વામિવિવેકાનંદ નગરપાલિકા હોલ ખેડબ્રહ્મા ખાતે બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું                                             

        તેમાં કુલ 51 બોટલ બ્લડ કલેકટ કરવામાં આવ્યું હતું. આ કેમ્પનું આયોજન સાબરકાંઠા જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો રાજેશ પટેલ સાહેબ ના જન્મ દિવસ નિમિત્તે યોજવામાં આવ્યું હતું. જન્મ દિવસ ની શુભેચ્છા માં સાબરકાંઠા જિલ્લા ના તમામ વિભાગ ના આરોગ્ય , શિક્ષણ, આઇ સીડી એસ પોલીસ , પંચાયત ના કર્મચારીઓ અને જન સમુદાય ના સેવાભાવી સ્વજનો જોડાયા હતા.
                આ શુભ પ્રસંગે ખેડબ્રહ્મા તાલુકાના પ્રાંત ઓફિસર માનનીય શ્રી શાહ સાહેબ, મામલતદાર શ્રી ખેડબ્રહ્મા ,ટીડીઓ શ્રી ખેડબ્રહ્મા તાલુકા આરોગ્ય અધિકારી ડો.આર. ડી ગોસ્વામી તથા સબ ડી સ્ત્રિકત હોસ્પિટલના આર એમ ઓ ડો. આર. ડી. પરીખ હાજર રહી દરેક ને પ્રોત્સાહિત કર્યા અને અભિનંદન પાઠવ્યા હતા. ખેડબ્રહ્મા તાલુકાના આરોગ્ય વિભાગ ના અને sdh હોસ્પિટલ ના કોરોના વોરિયર્સ નું પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં ડો ઉજ્વલ પટેલ ફિજીશિય ન સહિત ENT સર્જન ડો ઠાકુર , મેડીકલ ઓફીસર ડો ગઢવી, લેબોરેટરી ટેક નીશિય ન , ફાર્માસિસ્ટ, મલ્ટી પર્પઝ હેલ્થ કર્મચારી ભાઈ ઓ , ફીમેલ હેલ્થ વર્કર, સ્ટાફ નર્સ, ડ્રાઇવર, પટાવાળા અને સ્વીપર સહિત તમામ કેડર ના કર્મચારીઓ નું સન્માન કરવામાં આવ્યું હતું.. આ કાર્યક્રમ ને સફળ બનાવવા તાલુકા હેલ્થ સુપરવાઈઝર શ્રી અક્ષય ભાઈ પંડ્યા અને નીતિનભાઈ પાંડોર ,તાલુકા હેલ્થ વિઝીટર શ્રીમતી દક્ષાબેન જાની અને દીપકભાઈ ધ્રાંગી એ ખૂબ જહેમત ઊઠાવી હતી .
                                                                                                                       
  રિપોર્ટર -કુંજન દિક્ષિત સાબરકાંઠા                              
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *