સ્વયંભૂ પ્રગટ થયેલું 'શિવલિંગ' બની ગયું આસ્થાનું ધામ: રોજ ઊમટે છે 5 હજાર લોકો; ચા-નાસ્તા અને ખાણીપીણીની દુકાનો પણ ચાલુ થઈ ગઈ

Views 193

સ્વયંભૂ પ્રગટ થયેલું ‘શિવલિંગ’ બની ગયું આસ્થાનું ધામ: રોજ ઊમટે છે 5 હજાર લોકો; ચા-નાસ્તા અને ખાણીપીણીની દુકાનો પણ ચાલુ થઈ ગઈ

 

  • * બોરસદના અલારસા ગામમાં મેળાવડા જેવો માહોલ, ‘શિવલિંગ’ સામે બેસીને લોકોએ ભજન-કીર્તન શરૂ કર્યા

‘એ દિવસે સારો એવો વરસાદ પડ્યો, એટલે હું મારા ચાર મિત્રો સાથે ગામના છેવાડે આવેલા અભેટા તળાવમાં પાણી ભરાયું છે કે નહીં એ જોવા ગયો. તળાવમાં નીચે ઊતરીને જોયું તો ભેખડ નીચે એક મોટી પ્રતિકૃતિ દેખાઈ. ત્યાં ઉપર એક મહારાજ હતા. અમે તેમને બોલાવ્યા. તેમણે અમને કહ્યું, આ તો વર્ષો જૂનું શિવલિંગ છે. પછી અમે તળાવથી બહાર આવી ગામમાં વાત કરી, એટલે જોવા માટે લોકો ઊમટી પડ્યા.’ આ શબ્દો છે બોરસદના અલારસા ગામમાં સૌ પહેલા શિવલિંગની પ્રતિકૃતિ જોનાર ધર્મેશ જયંતીભાઈ ડાભી, જે એક કેમિકલ કંપનીમાં નોકરી કરે છે.

     ધર્મેશ ડાભીની સાથે જે ચાર મિત્રો હતા, તેમાંથી એક હિતેશ મકવાણાએ કહ્યું, ‘મહારાજે કહ્યું હતું કે આ શિવલિંગ છે, પછી અમે લોકોએ હાર લાવીને ચઢાવ્યો અને દીવા-અગરબત્તી કરી. એ મહારાજ ઊંટવાડા ગામના છે, જે વર્ષે એકવાર અહીં આવે છે. પછી આની તસવીરો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી, જેના પર એક રિપોર્ટરની નજર પડી તો તેઓ આવ્યા. પછી જોતજોતાંમાં બધે વાઇરલ થઈ ગયું.’

અંદાજે 10 દિવસ પહેલાં શિવલિંગની પ્રતિકૃતિ મળ્યાની વાત ફેલાઈ ત્યારથી લઈને આજસુધી ભક્તોનો અવિરત પ્રવાહ ઊમટી રહ્યો છે.અંદાજે 10 દિવસ પહેલાં શિવલિંગની પ્રતિકૃતિ મળ્યાની વાત ફેલાઈ ત્યારથી લઈને આજસુધી ભક્તોનો અવિરત                                                                  પ્રવાહ ઊમટી રહ્યો છે.

*શુ છે બનાવ?
     આણંદ જિલ્લાના બોરસદથી 13 કિલોમીટર દૂર આવેલું અલારસા ગામ ચર્ચાનો વિષય બન્યું છે. આજથી અંદાજે 10 દિવસ પહેલાં ગામના અભેટાપુરા વિસ્તારમાં તળાવમાં શિવલિંગની પ્રતિકૃતિ મળી આવી હતી. આ પ્રતિકૃતિ અંદાજે 15થી 17 ફૂટ ઊચી છે અને 10 ફૂટનો ઘેરાવો ધરાવે છે. આ વાત વાયુવેગે બધે ફેલાઈ ગઈ હતી. ત્યાર બાદથી રોજ હજારોની સંખ્યામાં લોકો ઊમટી રહ્યા છે. જગ્યા પર મોટી ધ્વજા ચઢાવવામાં આવી છે. ત્યાં આવીને કોઈ હાર તો કોઈ નાળિયેર ચઢાવે છે. શિવલિંગની સામે બેસીને લોકોએ ભજન-કીર્તનથી ભક્તિ પણ શરૂ કરી દીધા છે. શરૂઆતમાં આજુબાજુ વિસ્તારના લોકો આવતા હતા, પણ હવે રાજકોટ, સુરત અને કચ્છ એમ દૂર દૂરથી લોકો શિવલિંગનાં દર્શન કરવા આવે છે.

આ શિવલિંગની પ્રતિકૃતિ બોરસદથી 13 કિલોમીટર દૂર અલારસા ગામના તળાવમાંથી મળી આવી છે.આ શિવલિંગની પ્રતિકૃતિ બોરસદથી 13 કિલોમીટર દૂર અલારસા ગામના તળાવમાંથી મળી આવી છે.

     અલારસાથી થોડે દૂર આવેલા નિસરયા ગામના રહીશ અને રિટાયર્ડ ASI ભીખાભાઇ સેવાભાઇ બ્રહ્મભટ્ટ પણ શિવલિંગ મળ્યું હોવાની વાત જાણીને આવ્યા હતા. તેમણે જણાવ્યું કે, ‘અલારસાના અભેટા વિસ્તારમાં એક શિવલિંગ આપોઆપ પ્રગટ થયું છે, એ જાણીને દર્શન કરવા આવ્યો છું. આ શ્રદ્ધાનો વિષય છે. શિવલિંગ કેટલું જૂનું છે એ પુરાતત્ત્વ વિભાગ આવીને જણાવે. બાકી અત્યારે શિવલિંગ દેખાય છે. આ બનાવીને મૂકેલી વસ્તુ નથી. એના વિશે ઘણી લોકવાયકા ચાલી રહી છે.’

શિવલિંગની પ્રતિકૃતિ સામે રોજ મોટી સંખ્યામાં ભક્તો આવીને ભજન-કીર્તન કરે છે.શિવલિંગની પ્રતિકૃતિ સામે રોજ મોટી સંખ્યામાં ભક્તો આવીને ભજન-કીર્તન કરે છે.

*દાવો- JCBનો પંજો તૂટી ગયો, પણ શિવલિંગને કંઈ ન થયું
     જ્યારે બાજુના પીંપળી ગામના રહીશ બુધાભાઈ પૂનમભાઈ મકવાણા એ કહ્યું, ‘મારું મકાન અહી નજીક જ આવેલું છે. નાનાં બાળકો રમતાં રમતાં તળાવમાં ગયાં હતાં અને તેમને કંઈક દેખાયું, એ પછી અમે શનિવારના દિવસે આ મંદિરની તપાસ અર્થે આવ્યા. અમને લાગ્યું આ શિવલિંગ છે, જેથી અમે સોશિયલ મીડિયા પર ચઢાવ્યું અને ત્યાર બાદ તમામ મીડિયાવાળાએ મુલાકાત લીધી હતી. હાલમાં અહીં રોજ ચારથી પાંચ હજાર પબ્લિક આવી રહી છે. રોજ સવાર-સાંજ આરતી થાય છે. સોમવારે 2થી 4 હજાર રૂપિયાનો પ્રસાદ પણ વેચાય છે. લોકોનું પણ માનવું છે કે આ શિવલિંગ સિવાય કંઈ જ નથી. હું માનું છું કે આ શિવલિંગ હોય કે ના હોય, અહીં મંદિરનુ શિલાન્યાસ થવું જ જોઈએ. તેમણે દાવો કર્યો હતો કે રેલવેવાળા આ તળાવમાંથી જ્યારે માટી લેતા હતા ત્યારે JCBનો પંજો તૂટી પડ્યો હતો, પણ શિવલિંગને કંઈ નુકસાન થયું નહોતું.’

શિવલિંગની પ્રતિકૃિત નીચે લોકો શ્રીફળ મૂકે છે તેમજ દીવા-અગરબત્તી કરે છે.શિવલિંગની પ્રતિકૃિત નીચે લોકો શ્રીફળ મૂકે છે તેમજ દીવા-અગરબત્તી કરે છે.

*હવે ભવ્ય મંદિર બનાવવાનું આયોજન
     આ અંગે અલારસા ગામના રહીશ પૃથ્વીસિંહ ચૌહાણ સાથે પણ વાત થઈ. તેમણે કહ્યું, ‘જ્યારે શિવલિંગ બહાર આવ્યું ત્યારે કલેક્ટર સહિતના અધિકારીઓ આવીને ગયા અને અમને બાંયધરી આપી હતી કે બે-ત્રણ દિવસમાં અહીં ખોદકામ કરીશું. અમારી વિનંતી છે કે ખોદકામ કરી અમને જગ્યાની માહિતી આપે, જેથી કરીને મંદિર માટે આગળ કાર્યવાહી કરી શકીએ. પુરાતત્ત્વ વિભાગ સેમ્પલ લઈ ગયા હતા, એ પછી કોઈ જવાબ આવ્યો નથી.                                                                                                                                                                                                                                                        જ્યારે ગ્રામપંચાયતના સભ્ય ચૌહાણ બાબુભાઇ મણિભાએ કહ્યું, ‘રેલવેને આ તળાવ માટીકામ માટે આપ્યું હતું. એ બંધ થયા પછી ભેખડ તૂટવાથી એમાંથી એક શિવલિંગ જેવું સ્થાપત્ય મળ્યું છે. એ વર્ષો પુરાણું આદિઅનાદિ કાળથી હોય એવું મારું માનવું છે. એ આસ્થાનું પ્રતીક છે. પુરાતત્ત્વ વિભાગ જો અમને નિવેદન આપે કે ચિહન મળ્યું છે. તમે શિવલિંગની સ્થાપના કરો તો હવે ભવ્ય મંદિર બનાવવાનું આયોજન છે.’

*જગ્યા પર બજાર શરૂ થઈ ગયું
     જ્યારથી અહી શિવલિંગની પ્રતિકૃતિ મળી છે, એ દિવસથી તળાવના કિનારે અંદર પણ કેટલાક લોકો ચા-નાસ્તા અને ખાણીપીણીની દુકાનો ખોલીને બેસી ગયા છે. ઉપરાંત શ્રીફળ અને અન્ય પ્રસાદીની લારીઓ પણ ચારેતરફ જોવા મળે છે. તેમના માટે રોજગારીની નવી તક ખૂલી ગઈ છે. અહીંના વેપારીઓ સાથે વાત કરી હતી , જેમાં ગલ્લો ચલાવતા પ્રવીણભાઈ ગણપતભાઈ ચાવડાએ કહ્યું હતું, ‘અહીં દુકાન ચાલુ કરી એને દસ-બાર દિવસ થયા છે. શિવલિંગ મળ્યાના પાંચ દિવસ પછી મેં દુકાન ખોલી હતી. અહીં શ્રદ્ધાળુઓ આવે છે તો તેમને દર્શન પણ થઈ શકે છે અને અમારું વેચાણ પણ થાય છે. અહીં રોજના પાંચથી છ હજાર લોકો દર્શન કરવા આવે છે, એમાંથી હજાર-બારસો માણસ ગ્રાહકો તરીકે મળી રહે છે. પહેલાં હું ખેતીકામ કરતો હતો. એ હાલ મારા પિતા સંભાળે છે. મારો વેપાર સારો ચાલે છે અને રોજગારી મળી રહે છે. અહીં મંદિર બને તો સારું, કારણ કે આસપાસ કોઈ મોટું મંદિર નથી અને શંકર ભગવાનનું શિવલિંગ જાતે જ નીકળ્યું છે તો મંદિર થાય એવું હું ઈચ્છું છું.’

શિવલિંગ સામે બેસીને રોજ સવાર-સાંજ બે ટાઈમ પૂજા કરવામાં આવે છે.શિવલિંગ સામે બેસીને રોજ સવાર-સાંજ બે ટાઈમ પૂજા કરવામાં આવે છે.

*નોકરી છોડી ખાણીપીણીની લારીઓ શરૂ કરી દીધી
     જ્યારે ચા વેચતાં પીંપળીનાં રહીશ લીલાબેન કહે છે, ‘અહીં શિવલિંગ નીકળ્યું ત્યારથી અમે દુકાન માંડી છે. એની પહેલાં ખેતીકામ કરતાં હતાં. મજૂરીકામ માટે જતાં હતાં. અત્યારે રોજના ચારસોથી પાંચસો રૂપિયા મળી રહે છે. અહીં હજારથી પંદરસો માણસ આવે છે. એનાથી અમારું ચાલે છે. તેમની બાજુમાં જ વિજયભાઈ નામના યુવાને મગફળીની લારી શરૂ કરી છે. એ અગાઉ વિદ્યાનગર ખાતે ફેબ્રિકેશનમાં નોકરી જતા હતાં અને રોજના 300 રૂપિયા કમાતા હતાં, પરંતુ મગફળીની લારી શરૂ કર્યા બાદ રોજના ચારસોથી પાંચસો રૂપિયા કમાય છે. તેમનું કહેવું છે કે અહીં શિવલિંગ મળી આવ્યા બાદ રોજગાર ચાલુ રહે એટલા માટે અહીં લારી કરી છે.’

*લોકવાયકા મુજબ આ વિસ્તાર હિડિમ્બા વન તરીકે ઓળખાય છે
      ગ્રામપંચાયતના સભ્ય ચૌહાણ બાબુભાઇ ચૌહાણે કહ્યું હતું, ‘વાયકા મુજબ વર્ષોથી આ વિસ્તાર હિડિમ્બા વન તરીકે ઓળખાય છે. પાંડવકાળમાં તેમણે કદાચ શિવલિંગની સ્થાપના કરી હોય એવી અમારી માન્યતા છે. પાંડવો જે વખતે ગુપ્ત વાસમાં રહેતા હતા ત્યારે કદાચ સ્થાપના કરી સેવાપૂજા કરી હોય. જોકે એનો પુરાણોમાં કે અન્ય ક્યાંય ઉલ્લેખ અમને જોવા મળ્યો નથી, પણ ગામના વૃદ્ધ લોકો સાથે વાત કરતાં અમને આની જાણ થઈ હતી. તેમણે પણ આ સાંભળેલી વાત છે.’

જ્યારથી શિવલિંગની પ્રતિકૃતિ મળી ત્યારથી દિવસે ને દિવસે દર્શનાર્થીઓની સંખ્યા વધી રહી છે.જ્યારથી શિવલિંગની પ્રતિકૃતિ મળી ત્યારથી દિવસે ને દિવસે દર્શનાર્થીઓની સંખ્યા વધી રહી છે.

*ગામમાંથી વિદેશ સ્થાયી થયેલા લોકોની પણ ઈચ્છા કે મંદિર બને
     આ અંગે જિલ્લા પંચાયતના સભ્ય અશોકા મહિડાએ કહ્યું, ‘બાજુની રેવપુરી સીમમાં રેવપુરી દાદાનું પ્રસિદ્ધ મંદિર છે. એનાથી 90 ડીગ્રીના સ્થાનમાં આ શિવલિંગની પ્રતિકૃતિ મળી છે, એટલે લોકોમાં શ્રદ્ધા વધુ જાગી છે. સુરત, કાઠિયાવાડ તેમજ કચ્છથી પણ લોકો અહીં આવે છે. અહીંથી વિદેશમાં જઈને વસેલા નાગરિકોની ઈચ્છા એવી છે કે ભવ્ય મદિર બને. બે વર્ષથી શિવલિંગ નીકળવાના સંકેતો આપ્યા હતા, જેમ કે માટીનું ખોદકામ ચાલતું હતું, એ વખતે JCB ત્યાં તૂટી જાય. કોઈ નજીક જાય તો અન્ય કોઈ પ્રશ્ન બને. JCBની હાલમાં નિશાનીઓ દેખાય છે, એટલે ત્યાં ખોદકામ બંધ રાખી બાકીની જગ્યામાં કર્યું હતું. જેવી રીતે બરફ હોય ત્યાં બાબા બર્ફાનીનું શિવલિંગ હોય તો બની શકે કે રેતાળ પ્રદેશ ચરોતરમાં માટીથી શિવલિંગ બન્યું હોય. આ શ્રદ્ધાનો વિષય છે અને સ્વયંભૂ છે એટલે કોઈ પ્રશ્ન જ નથી.                                                                                                                                                                                                                                                                               

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *