સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સંચાલિત ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાદ્વારા કાલાવડ તાલુકાના મણવર ખીજડીયા ગામમાં પાપડ, અથાણાં અને મસાલા પાવડર મેકિંગની ૧૦ દિવસીય તાલીમ યોજાઇ

Views 126

જામનગર તા.૧૯ માર્ચ,
           સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સંચાલિત ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાએ(SBI RSETI – Jamnagar)કાલાવડ તાલુકાના મણવર ખીજડીયા ગામમાં પાપડ,અથાણાં અને મસાલા પાવડર મેકિંગની ૧૦ દિવસીય તાલીમનું આયોજન તા.૨૫-૦૨-૨૦૨૦ થી ૦૫-૦૩-૨૦૨૦ દરમિયાન કરવામાં આવેલું હતું. આ તાલીમ દરમિયાન બહેનોને વિવિધ રમતો, આત્મવિશ્વાસ વધારવો, સિદ્ધી પ્રેરણા વગેરેની સમજ આપવામાં આવેલ હતી. એસ.બી.આઈ. આરસેટીના ડાયરેક્ટરશ્રી રાજેન્દ્રકુમાર એન. તડવી તથા હિરલબેન મઘોડીયા દ્વારા બહેનોને અસરકારક માહિતીસંચાર,સમય સંચાલન તથા ઉદ્યોગ સાહસિક સાથેના અનુભવોની સમજુતી આપેલ અને નયનાબેન રાણપરીયાએ તાલીમાર્થીઓને તાલીમ આપી માહિતગાર કર્યા હતા. 
          આ સંસ્થાનો મુખ્ય ઉદેશ્ય લાભાર્થીઓ વિનામૂલ્યે તાલીમ મેળવીને સ્વરોજગાર મેળવી શકે તથા આર્થિકરીતે પગભર થાય તેનો છે. આ તાલીમને સફળ બનાવવા ડાયરેક્ટરશ્રી રાજેન્દ્રકુમાર એન. તડવી અને આરસેટી સ્ટાફ તથા કાલાવડના તાલુકા લાઇવલીહૂડ મેનેજરશ્રી મીનાક્ષીબેન વી. બારમેડા અને અન્ય મિશન મંગલમ સ્ટાફએ પણ જહેમત ઉઠાવી હતી.
          જે કોઈ ભાઈઓ તથા બહેનો અમારી સંસ્થામાં તાલીમ લેવા ઈચ્છતા હોય તેઓએ સ્ટેટ બેંકગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાનજામનગર, ગૌશાળા પાસે,ધુંવાવ જામનગર.ટેલી. ૦૨૮૮૨૫૭૦૦૧૦, મો.૭૬૦૦૦૩૫૨૨૧, ૭૪૦૫૭૬૫૪૨૯ ઉપર સંપર્ક કરી શકે છે તેમ નિયામક એસ.બી.આઈ. ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાન ધુંવાવ-જામનગરની યાદીમાં જણાવાયું છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *