સેક્ટર 6 રોહિદાસ સેવા સમાજના પ્રમુખને પિતા પુત્ર સહિત 3 લોકોએ માર માર્યો

Views 114

સેક્ટર 6 સ્થિત રોહિદાસ સેવા સમાજ ભવનમાં ચાલુ સભા દરમિયાન સમાજના પ્રમુખને પિતા પુત્ર સહિત 3 લોકોએ માર માર્યો હતો. જેમાં તે મને કેમ કોર્પોરેટરની ટીકીટ માટે મદદ કરી નહિ કહીને મારમારી કરી હતી. આ બનાવને લઇ પ્રમુખે 3 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

ડાહ્યાભાઇ ભગવાનદાસ પરમાર (રહે, સેક્ટર 13એ) સેક્ટર 6 સ્થિત રોહિદાસ સેવા સમાજ ભવન ખાતે પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે. ત્યારે તેમણે ફરિયાદ નોંધાવી હતી કે, ગત રવિવાર 12 ફેબ્રુઆરીના રોજ બપોરના સાડા ત્રણ વાગ્યાના અરસામાં વાર્ષિક સાધારણ સભા ચાલી રહી હતી. તે સમયે નેહલ ખાનાભાઇ પરમાર અને પાર્થ નેહલભાઇ પરમાર (બંને રહે, ઇન્ફોસીટી ટાઉનશીપ, ગાંધીનગર) અને ડાહ્યાભાઇ રામજીભાઇ પરમાર (રહે, સેકટર 5એ) ચાલુ સભા દરમિયાન એકા એક ઉશ્કેરાઇ ગયા હતા અને સીધા જ આવી ને મારામારી કરવા લાગ્યા હતા.

તે સમયે મારામારી કરનાર કહેવા લાગ્યા હતા કે, તે મને કોર્પોરેટર માટેની ટીકીટમાં કેમ મદદ ના કરી અને સહકાર ના આપ્યો ? કહી મારામારી કરી હતી. જ્યારે ચાલુ સભામાં ગાળાગાળી કરવામાં આવતા ગાળાગાળી નહિ કરવાનુ કહેતા તમામ લોકો ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતા અને ધમકી આપી હતી કે, તને અને તારા પરિવારને જાનથી મારી નાખીશુ. જેથી તાત્કાલિક સભા બરખાસ્ત કરી દેવામાં આવી હતી. ત્યારબાદ મારામારી કરનાર 3 લોકો સામે સેક્ટર 7 પોલીસ મથકમાં ગુનો નોંધાવતા તપાસ હાથ ધરવામાં આવી હતી.

સમાજના ભવનમાં ચાલું સભામાં પ્રમુખને મારવાની ઘટના બનતા ચકચાર મચી હતી. કોર્પોરેટરની ટિકિટ માટે સહકાર ન આપ્યાનું કહી પ્રમુખને માર મારવામાં આવ્યો હતો.વાર્ષિક સાધારણ સભા દરમિયાન આ બનાવ બનતા ચકચાર મચી ગઇ હતી. જાનથી મારી નાખવાની ધમકી મળતાં પ્રમુખે સેક્ટર-7 પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. જે અંગે પોલીસે ગુનો નોંધી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. ટિકિટ જેવી સામાન્ય બાબતમાં મારા મારી સુધી વાત પહોચી જતાં અને પ્રમુખને મારવામાં આવતા ઘેરા પ્રત્યાઘાત પડ્યાછે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *