લાલપુરમાં પાણી બગાડ મુદ્દે સરપંચે મહિલા અને યુવક ઉપર હુમલો કર્યો

Views 114

વાવ તાલુકાના લાલપુર ગામે પાણીનો બગાડ કેમ કરો છો તેમ કહી સરપંચ સહિત ત્રણ શખ્સોએ એક અપંગ મહિલા અને તેણીના દિયર ઉપર હૂમલો કર્યો હતો. આ અંગે સૂઇગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.આથી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વાવા તાલુકાના લાલપુર ગામે અપંગ ભાવનાબેન મીરખાનજી ઠાકોરના ઘરે બપોરના સુમારે સરપંચ પોપટજી હરખાજી ઠાકોર, હીરાજી વિરચંદજી ઠાકોર, માવજી હરચંદજી ઠાકોર ગયા હતા. અને પાણીનો આટલો બગાડ કેમ કરો છો તેમ કહી અપશબ્દો બોલ્યા હતા. તેમને તેમ બોલવાની ના પાડતાં ત્રણેય ઉશ્કેરાઇ જઇ ભાવનાબેનને ધકો મારી નીચે પાડી મારમાર્યો હતો. તેમજ તેમના દિયર પ્રતાપજીને પણ પોપટજી હેમરાજજી સહિત ચારેય જણાએ મારમાર્યો હતો. આ અંગે ભાવનાબેને ચારેય સામે ફરિયાદ નોંધાવી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *