સુરતમાં ફરીથી એક દુષ્કર્મ: સલમાને કિશોરી સાથે ચાલુ લક્ઝરી બસમાં…

Views 148

કિશોરી અચાનક ગાયબ થતા પરિવારે ફરિયાદ કરી

નરાધમે કિશોરીને લગ્નની લાલચ આપી.

સુરત શહેરમાં ફરી બની એક વખત દુષ્કર્મની ઘટના બની છે. જેમાં ચોક બજાર વિસ્તારમાં રહેતી 15 વર્ષની કિશોરીને 20 વર્ષનો યુવક લગ્નની લાલચ આપી તેનું અપહરણ કરી લઇ ગયો હતો. અને ચાલુ લક્ઝરી બસમાં તેની સાથે દુષ્કર્મ આચ્યું હતુ. જેમાં પોલીસે ગુનો નોંધી નરાધમ આરોપી સલમાનની ધરપકડ કરી છે.
કિશોરી અચાનક ગાયબ થતા પરિવારે ફરિયાદ કરી
સુરતના ચોક બજાર વિસ્તારમાં રહેતી 15 વર્ષની કિશોરીને બિલ્ડીંગ નીચે રેહતા સલમાન નામના યુવકે પોતાની પ્રેમજાળમાં ફસાવી સલમાને તેને ઉંચા ઉંચા સપના બતાવી લગ્નની લાલચ આપી હતી. તથા તેને એક દિવસ તે ભગાવી ગયો હતો. નરધામની દાનત પહેલેથી જ ખરાબ હોઈ તેણે ઈરાદા પૂર્વક એક લક્ઝરી બસમાં ભાગવાનું નક્કી કરીયું હતુ. ત્યાં જ સુરત થી થોડે દુર જતા તેણે કિશોરી પર ચાલુ લક્ઝરી બસમાં જ દુષ્કર્મ કર્યું હતુ.
જીવ ભરાઇ જતાં કિશોરીને પરત મોકલી
જેમાં આ નરાધમ કિશોરીને પેહલા નવસારી ત્યારબાદ મુંબઈ અને અમદાવાદ તથા મધ્યપ્રદેશના ભીંડ જિલ્લામાં પોતાના વતન લઈ ગયો હતો. ત્યારે થોડા દિવસ બાદ પોતાનો જીવ ભરાઇ ગયો હોઈ અને કિશોરીના માતા પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હોઈ તેવી ખબર પડતાં તેણે કિશોરીને પોતાના ઘરે સુરત મોકલી દીધી હતી.
દુષ્કર્મની ખબરને લઈ પરિવારમાં રોષ જોવા મળ્યો
સમગ્ર મામલે કિશોરી ઘરે આવતા માતા પિતાને તેને હકીકત પૂછી હતી. જ્યાં માતા પિતાને બાળકીએ સમગ્ર હકીકત કેહતા માતા પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. અને આખરે આરોપી સલમાન દૂરનો પરિચિત જ હોઈ અને તેના જ દ્વારા કિશોરી પર દુષ્કર્મની ખબરને લઈ પરિવારમાં રોષ જોવા મળ્યો હતો. આખરે કિશોરીની હકીકતના આધારે પરિવારે નરધામ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી
ચોક બજાર પોલીસે ફરિયાદ નોંધી હતી. અને પોલીસને આ આરોપી સલમાન પોતાના વતન મધ્યપ્રદેશ ભીંડથી સુરત આવાનો હોય તેવી બાતમી મળતા આ નરાધમ સલમાનને ચોક બજાર વિસ્તારમાંથી જ ઝડપી પાડ્યો હતો. હાલ તો પોલીસે આ નરધામને ઝડપી પાડી તેને કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.

HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *