પે
સુરત :: સ્પાની મસાજની આડમાં ચાલતુ કૂટણખાનું 6 મહિલા અને 2 ગ્રાહક ઝડપાયા
Views 87
પેસુરતમાં સ્પાની આડમાં મહિલા પાસે દેહ વેપાર કરાવી અને ગોરખધંધા ચાલતા હોવાની સતત સુરત પોલીસને ફરિયાદ મળી રહી છે જ્યારે સુરતના ગોડાદરા વિસ્તારમાં આ પ્રકારના ગોરખધંધા ની જાણકારી મળતા પોલીસે છાપો મારી 6 મહિલા અને 2 ગ્રાહકોને ઝડપી પાડી તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે . સુરતમાં દેહવેપારના ધંધામાં એ પ્રકારે વેગ મળી રહ્યો છે તેને લઈને સામાન્ય વ્યક્તિઓ હેરાન થઇ રહ્યા છે જેકે આ મામલે સતત પોલીસ કંટ્રોલરૂમને ફરિયાદો મળી રહી છે ત્યારે સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલા મિડાસ સ્કેવર નામના બિલ્ડિંગ માં પણ આજ પ્રકારે સ્પાની આડમાં મસાજ પાર્લરના નામે ધંધો ચાલતો હોવાની ફરિયાદ સુરત પોલીસને મળતા ગઈકાલે મોડી સાંજે પોલીસે આ મામલે છાપો માર્યો હતો . પોલીસે છાપો મારતા જ સ્પામાંથી 6જેટલી મહિલા અને 2 ગ્રાહકો મળી આવ્યા હતા . જોકે પોલીસે તપાસ કરતાં આ સ્પામાંથી અનેક વાંધાજનક વસ્તુઓ પણ મળી આવી હતી . જેકે આ સ્પા લાંબા સમયથી ચાલતો હોવાને લઈને સ્થાનિકોએ પોલીસ કંટ્રોલરૂમને ફોન કરતાં પોલીસે છાપો માર્યો હતો . સુરતમાં આ પ્રકારના ૩૦૦ થી વધુ જ ચાલતા હોવાની વિગતો સામે આવી રહી છે ત્યારે પોલીસ અલગ – અલગ સમય પર દરોડા પાડયા પ્રકારના ગોરખધંધા કરતા તમામ લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી મોટા પ્રમાણમાં શરૂ કરી છે .
પે