સુપ્રીમ કોર્ટે ફરી ગુજરાત સરકારની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી 

Views 135

‘તમારા મુખ્યમંત્રીને કંઈ ખબર પડતી નથી કે શું?’ – SC

  • સુધારેલા ઠરાવ મુદ્દે પણ સુપ્રીમ ખફા

કોવિડ-19ના લીધે મૃત્યુ પામેલા લોકોને વળતર આપવા માટે ગુજરાત સરકારે ચકાસણી સમિતિ (સ્ક્રુટિની કમિટી) બનાવવાનો જે નિર્ણય લીધો છે, તે મુદ્દા પર સુપ્રીમ કોર્ટની ખંડપીઠે વધુ એકવાર ગુજરાત સરકારની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી છે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એમ. આર. શાહે આકરુ વલણ અપનાવતા ગુજરાત સરકારના ધારાશાસ્ત્રીને એવી આકરી ટકોર કરી કે, ‘તમારા મુખ્યમંત્રીને કંઈ ખબર પડતી નથી કે શું?’ ઓનલાઈન હાજર રહેલા એડિશનલ ચીફ સેક્રેટરી (ACS) મનોજ અગ્રવાલને સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, સચિવ તમે શા માટે છો ? જો, આ ડ્રાફ્ટ તમારા મગજની ઉપજ છે, તો તમને કંઈ ખબર પડતી નથી. શું તમે અંગ્રેજી જાણો છો ? શું તમે સુપ્રીમ કોર્ટના આદેશને સમજો છો ? આ ડ્રાફ્ટ માત્ર અધિકારીઓ દ્વારા કામમાં વિલંબ નાખવાનો પ્રયાસ છે. સુપ્રીમ કોર્ટે ક્યારેય તમને કોઈ ચકાસણી સમિતિની રચવા કરવા કહ્યું નથી. આમાં કરવામાં આવેલા એક પણ સુધારાને સુપ્રીમ કોર્ટ સ્વીકાર કરશે નહીં. ચકાસણી સમિતિ પાસેથી પ્રમાણપત્ર મેળવવામાં જ એક વર્ષનો સમય વીતી જશે. તમે કહો છો કે હોસ્પિટલના પ્રમાણપત્ર સાથે આવો, કંઈ હોસ્પિટલ આ પ્રકારનુ પ્રમાણપત્ર આપે છે, બોલો ?
તમે આ બાબત પર ધ્યાન આપીને જુઓ કે આ મુદ્દો શા માટે બનાવાયો છે ?
સુપ્રીમ કોર્ટે રાજ્યના મુખ્ય સચિવ પંકજ કુમાર સાથે પણ વાત કરી હતી અને કહ્યું હતું કે, તમે એક અનુભવી અધિકારી છો ? તમે આ બાબત પર ધ્યાન આપીને જુઓ કે આ મુદ્દો શા માટે બનાવાયો છે ? અધિકારીઓને કહો કે અડચણો ઉભી કરવાના બદલે સહયોગ આપવાના ઈરાદા સાથે કામ કરે. સુપ્રીમ કોર્ટે સરકારને એ પણ સવાલ કરેલો કે, કોવિડ-19ના લીધે મૃત્યુ પામેલા 1૦,૦૦૦ લોકોમાંથી કેટલા લોકોને વળતર મળેલું છે ? જો વિગત મળશે નહીં તો આવતી સુનાવણીએ લિગલ ર્સિવસ ઓથોરિટીના સભ્યોને લોકપાલના રુપમાં નિમણૂંક કરીશું. વર્ષ 2001ના ભૂકંપ બાદ, વળતરના વિતરણ માટે સુપ્રીમ કોર્ટે આ કાર્ય કરેલું જ છે.
ઓછામાં ઓછું રૂ. 5૦,૦૦૦નુ વળતર આપવામાં આવે
સુપ્રીમ કોર્ટની ખંડપીઠે ગુજરાત સરકારને નિર્દેશ આપ્યો છે કે, કોવિડ-19ના લીધે મૃત્યું પામેલાની જે યાદી સરકારી પોર્ટલ પાસે છે, તેમને ઓછામાં ઓછું રૂ. 5૦,૦૦૦નુ વળતર આપવામાં આવે. આ ઉપરાંત, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નિર્દેશ આપ્યો છે કે, કોવિડ-૧૯ના લીધે થયેલા મૃત્યું સંદર્ભના વળતર અને ફરિયાદ નિવારણ સમિતિની રચના અંગેના ડેટા દરેક રાજ્યો પાસેથી મેળવવામાં આવે. આ કેસની વધુ સુનાવણી 29 નવેમ્બરે હાથ ધરાશે.
નકલી RT-PCR ટેસ્ટ થઈ શકે છે
બીજી તરફ, સોલિસીટર જનરલે પણ સ્વીકાર્યું હતુ કે, આ નોટિફિકેશન પણ મૂર્ખતાપૂર્ણ રીતે તૈયાર કરાયેલું છે, જેમાં વધુ એક સંશોધન કરીને જાહેર કરાશે. સુનાવણીની શરુઆતમાં સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને સવાલ કરેલો કે, પહેલું નોટિફિકેશન કોણે બહાર પાડેલું છે? આની જવાબદારી કોની છે ? જેના જવાબમાં સોલિસિટર જનરલે જવાબદારી લીધી હતી. જો કે, સુપ્રીમે કહેલું કે, તમે શા માટે જવાબદારી લો છો, આ તો જવાબદાર અધિકારીએ જવાબદારી લેવી જોઈએ, આ ડ્રાફ્ટ કોણે તૈયાર કરેલો છે ? સોલિસિટર જનરલે સુપ્રીમ કોર્ટને બાહેંધરી આપી છે કે, તેઓ ખુદ જવાબદાર અધિકારીઓ સાથે બેસીને આ મુદ્દા પર ચર્ચા કરીને તપાસ કરશે. સુપ્રીમના સવાલ બાદ, સોલિસિટર જનરલે કહ્યું હતુ કે, મૃત્યુના પ્રમાણપત્ર ખોટા નથી, પરંતુ નકલી RT-PCR ટેસ્ટ થઈ શકે છે.
ACS મનોજ અગ્રવાલને સુપ્રીમના આકરા સવાલ
સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટે મનોજ અગ્રવાલને સવાલ કર્યો હતો કે, આ ડ્રાફ્ટ કોણે તૈયાર કરેલો છે ? સક્ષમ અધિકારી કોણ છે ? આ ડ્રાફ્ટને કોણે મંજૂરી આપેલી છે ? આ કોના મગજની ઉપજ છે ? જેના જવાબમાં મનોજ અગ્રવાલે જવાબ આપ્યો હતો કે, આ વિભાગના અનેક અધિકારીઓ દ્વારા તૈયાર કરાયેલો છે અને અંતમાં સક્ષમ અધિકારી અને પછી રાજ્યના મુખ્યમંત્રી સ્તરે આ નિર્ણયને મંજૂરી અપાઈ છે.
 મુખ્યમંત્રીનો ઉલ્લેખ કરવાનો મતલબ શું છે ? – સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે સોલિસિટર જનરલ તુષાર મહેતાને સવાલ કરેલો કે, અહીં એ કહેવાનો મતલબ શું છે કે, આ મુખ્યમંત્રી પાસે જાય છે ? અહીં ક્યાં ઉદ્દેશથી કહ્યું છે? સોલિસીટર જનરલને એ પણ ટકોર કરેલી કે, અધિકારીઓનુ આ વલણ એ માત્ર સમગ્ર મામલાને ગુંચવી નાખવાનો અને તેમાં વિલંબ કરવાથી વિશેષ કંઈ નથી. સરકારના પોતાના જ ડેટા અનુસાર રાજ્યમાં ઓછામાં ઓછા 1૦,૦૦૦ જેટલા લોકો કોરોનાના લીધે મૃત્યુ પામેલા છે, તો પછી આ સ્થિતિમાં શંકાનો ક્યાં સવાલ રહે છે ? જેના જવાબમાં એસજીએ જવાબ આપેલો કે, સુપ્રીમ કોર્ટે કરેલી પૂછપરછના સંદર્ભમાં છઝ્રજીએ જવાબ આપેલો છે કે, છેલ્લે સહી માટે મુખ્યમંત્રી પાસે જાય છે.

HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *