આજ રોજ તા. 22/11/2021ને સોમવારે બપોરે 1 કલાકે મેં. કલેકટર સાહેબશ્રી પાટણને બગવાડા-નંદાપુરા સ્મશાન (અનુસૂચિત જાતિ)ગૃહ પાટણના રહીશો દ્વારા માર્ગ અને મકાન વિભાગ દ્વારા દબાણ બાબતે મળેલ નોટિશના સંદર્ભે મુલાકાત મેળવી અમારી જગ્યામાં દબાણ આવતું નથી અને રોડનું સેન્ટર લેવલ ખોટું લઈ અમોને વારંવાર ખોટી નોટિસો આપે છે, જે બાબતે માન્ય કલેકટર સાહેબશ્રી પાટણને મળીને સાચી હકીકત જણાવવામાં આવેલ અને સવાલ વાળી જગ્યા તોડવામાં ના આવે અને મધ્યમ માર્ગ નીકળે તેવી રજુઆત કરવામાં આવી.
ઉદાહરણ તરીકે ડીસા-ચાણસ્મા ફ્લાય ઓવર બ્રીજની બંને બાજુમા આવેલ સર્વિસ રોડ પર ગોગા મહારાજનું મંદિર તેમજ અન્ય બાંધકામોને છોડીને સર્વિસ રોડ બનાવવામાં આવેલ છે તો અમારી પણ આ સવાલ વાળી જગ્યાને નુકશાન ના થાય અને અમારા પરમ પૂજ્ય સંતશ્રી ગોવિંદરામ બાપુની સમાધિને કોઈ નુકશાન ના થાય તેવી રજુઆત કરવામાં આવી અને કલેક્ટર સાહેબશ્રીએ અમોને યોગ્યતે ઘટતું કરવા હૈયાધારણ આપી.
HBN TV NEWS
આવાજ હિન્દુસ્તાન કી
હર હંમેશ સત્ય ની સાથે
અહેવાલ જગદીશ સોલંકી