સી.એન.જી. ઓટોરીક્ષા કિ.રૂ .૭૦,૦૦૦ / -ની મત્તા સાથે એક ઇસમને પકડી વાહન ચોરીના એક ગુન્હાનો ભેદ ઉકેલતી અમદાવાદ , ક્રાઈમ બ્રાન્ચ

Views 54

અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશ્નર શ્રી પ્રેમ વીર સિંઘ , નાયબ પોલીસ કમિશ્નર શ્રી ચૈતન્ય આર . મંડલિક તથા મદદનીશ પોલીસ કમિશ્નરશ્રી નાઓએ અમદાવાદ શહેર વિસ્તારમાં બનતા ચોરીના ગુન્હાઓ તથા અન્ય મિલ્કત સબંધી ગુન્હાઓ શોધી કાઢવા અંગે સુચના કરેલ છે.
જે સુચના આધારે ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી ડી.બી.બારડના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. શ્રી એસ.વી.સાખરા તથા અન્ય સ્ક્વોર્ડના માણસો સાથે વાહન ચોરી તથા અન્ય મીલ્કત સબંધી ગુન્હાઓ શોધી કાઢવા માટે પેટ્રોલીંગમાં હતા.
આ દરમ્યાન સ્ક્વોર્ડના હે.કો. નારણભાઇ પ્રભાભાઇ તથા પો.કો.મુકેશભાઇ જીવણભાઇનાઓને મળેલ બાતમી હકીકત આધારે વિશાલા ચાર રસ્તા પાસે દૈના બેંક આગળ જાહેર રોડ ઉપરથી આરોપી મોઇન ઉર્ફે માર્સલ અલીખાન પઠાણ રહે . સમીરા ફ્લેટ , વેજલપુર , અમદાવાદ શહેરને ચોરીની ઓટોરીક્ષા નં . GJ – 38 – W – 0105 કિ.રૂ .૭૦,૦૦૦ / – ની મત્તા સાથે તા .૧૮ / ૦૧ / ૨૦૨૨ ના રોજ મળી આવતા સીઆર.પી.સી. કલમ ૪૧ ( ૧ ) ( ડી ) મુજબ કાયદેસર કાર્યવાહી કરેલ છે .
ઉપરોક્ત આરોપીની પુછપરછ દરમ્યાન પોતે ઓટોરીક્ષા ચલાવતો હતો અને તે ઓટોરીક્ષા વેચાણ કરી ધંધો કરવાનું વીચારેલ .પરંતુ ધંધામાં નુકશાન ગયેલ અને પૈસાની જરૂર પડતા પોતે એક ઓટોરીક્ષા ચોરી કરી શટલમાં ફેરવી પૈસા કમાવવાનું વીચાર કરે અને તે અંગે પોતાના મિત્ર રાહુલ ઉર્ફે જટીયાળો દંતાણી રહે .
ઔડાના મકાન , સેટેલાઇટ , અમદાવાદને કહેતા તેમના રહેણાકે પડેલ ઓટોરીક્ષા ચોરી કરવાનું વીચારી રાત્રીના સમયે ઓટોરીક્ષા ચોરી કરી બંને જણા લઇ ગયેલ અને ત્યાર બાદ આરોપી મોઇન તે ઓટોરીક્ષાની નંબર પ્લેટ બદલી શટલ તથા વર્ધીમાં ફેરવતો હતો . દાખલ થયેલ ગુન્હો : ઉપરોક્ત ઇસમ પાસેથી કબ્જે કરેલ ઓટોરીક્ષા અંગે આનંદનગર પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં .૧૧૧૯૧૦૦૧૨૧૦૫૭૯ / ૨૧ ઇપીકો કલમ ૩૭૯ મુજબ ગુન્હો નોંધાયેલ છે.
જેથી ઉપરોક્ત મુદ્દામાલ તથા આરોપીને આનંદનગર પો.સ્ટે.ના ઉપરોક્ત ગુન્હાના કામે સોપવા તજવીજ કરેલ છે.
HBN TV NEWS 
આવાજ હિન્દુસ્તાન કી 
હર હંમેશ સત્ય ની સાથે 
ક્રાઈમ  રિપોર્ટર જગદીશ સોલંકી
 
 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *